Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેધાવી માહોલ સાથે ઝાપટાથી વધુ દોઢ ઈંચ વરસાદ

રાજકોટ ::: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેધાવી માહોલ સાથે વધુ ઝાપટાથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.

    જૂનાગઢ જિલ્લાના ભેસાણ માં દોઢ ઈચ વરસાદ પડ્યો છે જ્યારે જૂનાગઢમાં એક ઇંચ અને વંથલી તથા મેંદરડામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત માંગરોળ , માળીયાહાટીના , કેશોદ , વિસાવદરમાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

      આ ઉપરાંત અમરેલી જિલ્લાના અમરેલી શહેર તથા લાઠી અને લીલીયામાં એક ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે બગસરામાં અડધો ઈંચ તથા વડીયા , સાવરકુંડલા , બાબરા , ધારીમા વરસાદી ઝાપટા પડ્યા છે.

      આ ઉપરાંત જામનગર જિલ્લાના જામજોધપુર માં ઝાપટા પડ્યા છે.

         રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે કોટડા સાંગાણી , ગોંડલ , જેતપુર , ધોરાજી માં ઝાપટા વરસ્યા છે.

          બોટાદ જિલ્લાના ગઢડા અને બોટાદ શહેરમાં હળવા ઝાપટા પડ્યા છે

(5:27 pm IST)