Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

શાપર-વેરાવળ ઉદ્યોગપતિના આપઘાત કેસમાં એક આરોપીના રેગ્યુલર જામીન મંજુર

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ, તા. ૧પ : ગત તા. ૧૯-૮-ર૦ના રોજ શાપર ખાતેની તેમની જ ફેકટરીની ઓફીસમાં અનિલભાઇ કાંતિભાઇ જારસણીયા રહે. રાજકોટ વાળાએ ઝેરી દવા પી લઇ આપઘાતકરેલ છે અને તેઓ મરણ ગયેલ છે. તેવી જાણ થતાં તે સમયે ત્યાં ફેકટરીના મેનેજર પહોંચી જતા તેણે તાત્કાલીક ૧૦૮ ને બોલાવેલ અને ત્યારે તેણે અનિલભાઇને પૂછેલ કે આમ કેમ કરેલ ત્યારે તેણે કહેલ કે તેને તાલાલા ગીર સોમનાથ વાળાના નારણ જીવા વાળા તથા વિજય નારણ વાળા તથા સરમણ નારણ વાળા તથા અજયસિંહ આર્મીમેન નામ બોલતા હતાં ને તેણે આ લોકોના અતિશય ત્રાસને કારણે તેણે આ અંતિમ પગલુ ભરેલાનું જણાવેલ હતું.

ત્યાર બાદ ગુજ. અનિલભાઇ કાંતિભાઇ જારસણીયા સાળાએ તા. ર૩/૮/ર૦ના રોજ શાપર (વે.) પો.સ્ટે.માં ફરીયાદ નોંાવેલ. આ ફરીયાદ મુજબ તાલાળા ખાતે શુભમ એગ્રો નામની ફર્નીચર પેઢી ચાલે છે અને આ પેઢીમાં અનિલભાઇ કાંતિભાઇ જારસણીયા (રાજકોટવાળા), નારણભાઇ વાળા તથા નિલેશભાઇ વલ્લભભાઇ રાજપરાની ભાગીદારીથી ફર્નીચરનો ધંધો ચલાવતા હતાં ત્યાર બાદ ભાગીદારીમાંથી છુટા થવા આ નારણભાઇ વાળાએ ગુજરનાર અનિલભાઇને જણાવેલ અને તેમની નિકળતી રકમ રૂ. ૯૦ લાખ ચૂકવી આપવાનું આ નારણભાઇ વાળાએ ગુજનારને જણાવેલ હતું. ત્યારબાદ ગુજરનાર તથા ભાગીદારો વચ્ચે શુભમ ફર્નીચરના ધંધામાં ભાગે આવતી રકમ વચ્ચે બેઠક થયેલ હતી.

તા. ૧૯/૮/ર૦ના રોજ અનિલભાઇ કાંતિભાઇ જારસણીયાએ ઝેરી દવા પી આઘાત કરી  લીધેલ, ફરીયાદી દ્વારા આરોપી નિકુંજ સરમણ વાળા, સરમણભાઇ નારણભાઇ વાળા, વિજય વાળા તેમજ અજયસિંહ આર્મીમેન ફરીયાદીના બનેવી ગુજરનાર અનિલભાઇને રૂ. બે કરોડની ધંધામાં ભાગીદારી છુટી કરવા માટેની રકમ માટે વારંવાર ટોર્ચર કરતા અને વારંવાર ધમકી આપતા હતા. આ પાંચેય આરોપીઓના ત્રાસને લીધે ફરીયાદીના બનેવીએ દવા પી આપઘાત કરેલ છે તેવી ફરીયાદ નોંધાવતા શાપર (વે.) પો.સ્ટે. આઇ.પી.સી. કલમ -૩૦૬, પ૦૬(ર) ૧૧૪ મુજબની ફરીયાદ નોંધી ગુનો દાખલ કરેલ અને આરોપી નિકુંજ વાળા, વિજય વાળા, સરમણ વાળા તથા નારણભાઇ વાળાની ધરપકડ કરી  કોટડાસાંગાણી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીઓને જેલહવાલે કરેલ હતાં.

ત્યારબાદ આરોપી નિકુંજ સરમણભાઇ વાળાએ તેમના વકીલ વિજયરાજસિંહ એસ. જાડેજા મારફત ગોંડલ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરેલ હતી. બચાવ પક્ષના વકીલ દ્વારા આરોપી અને ગુજરનાર વચ્ચે ધંધાકીય ભાગીદારી હોય આરોપી અને ગુજરનાર વચ્ચે રર વર્ષથી એકજ ધંધામાં જોડાયેલ હોય, કોઇ દુઃખ ત્રાસ આપેલ ન હોય તેમજ વિવિધ ઉચ્ચ અદાલતોના સાઇટેશન રજુ કરતા બચાવ પક્ષના વકીલ દલીલ ગ્રાહે રાખી આરોપીને રૂ.૧પ,૦૦૦ના રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીના વકીલ તરીકે વિજયરાજસિંહ સુધીરસિંહ જાડેજા રોકાયેલ હતાં.

(11:35 am IST)