Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

કોરોના મહામારીમાં બચાવવા દ્વારકામાં વિશ્વ કલ્યાણ અર્થે એક મહિનાના વિષ્ણુ મહાયજ્ઞનો પ્રારંભ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા.૧૫: હાલ કોરોના મહામારી ચાલી રહી છે. લોકો ટપોટપ મરી રહ્યા છે. હજુ સુધી કોરોના રસી શોધી શકાઇ નથી. ત્યારે હવે એક માત્ર આશરો ધાર્મિક બચે છે.

દ્વારકાની પવિત્ર ભૂમિ પર દરરોજ અનેક ધાર્મિક કાર્યક્રમો થતા રહે છે. આવા શુભ કાર્યક્રમમાં એક વધુ સુંદર કાર્યક્રમ દ્વારકાની પાવન ભૂમિ પર થવા જઈ રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામિ ગોવિંદપ્રસાદજી દ્વારા ચાલી રહેલા અધિકમાસમાં સર્વે ભૂમિ પરથી કોરોના માહામારી નાબુદ થાય અને વિશ્વ કલ્યાણઅર્થે નવનિર્માણ થઈ રહેલી આશ્રમમાં વિષ્ણુ મહાયજ્ઞ તા.૧૮.૦૯.૨૦ થી શરૂ કરવામાં આવી રહ્યું છે. અને તે એક મહિનો ચાલશે.

આજરોજ લોહાણા જ્ઞાતિના મનસુખભાઇ બારાઇ તથા દ્વારકા લોહાણા જ્ઞાતિ પ્રમુખ રસીકભાઇ દાવડાના હાથે કળશ પુજા કરવામાં આવી હતી. આ પૂજામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તથા સમાજના શ્રેષ્ઠીઓએ હાજરી આપી હતી. આ વિષ્ણુયજ્ઞ આખો અધિકમાસ દરમિયાન ચાલશે. અને દુરથી આવનાર હરિભકતો માટે રહેવાની તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવનાર છે. કોરોના મહામારી ચાલી રહી હોય સરકારની ગાઇડલાઇન પ્રમાણે શોશીયલ ડિસ્ટન્સનું પાલન કરી યજ્ઞમાં બેસવા દેવામાં આવશે. તથા આ યજ્ઞમાં મુખ્ય યજમાન ભગવાન દ્વારકાધીશને બનાવવામાં આવ્યા છે. અને યજ્ઞ માટે મહાકાય સમીયાળુ તૈયાર કરવામાં આવી રહ્યું છે.આ યજ્ઞ સવારના નવ કલાકે શરૂ થઈ બપોરના બાર સુધી અને બપોરના ત્રણ વાગ્યાથી લઇને સાંજના સાત વાગ્યા સુધી ચાલશે. (તસ્વીરઃ દિપેશ સામાણી -દ્વારકા)

(11:37 am IST)