Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ગુજરાતમાં હેરીટેજ ટુરીઝમ મંજુરીના નિર્ણયને આવકારતા વાંકાનેરના યુવરાજ

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧પ : વાંકાનેર રાજવી પરિવારના યુવરાજ કેશરીદેવસિંહજી દિગ્વીજયસિંહજી ઝાલાએ સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત-સૌરાષ્ટ્રની શાન વધારતા ઐતહાસીક ઇમારતો, રાજમહેલો, કીલ્લાઓ ઝરૂખાઓ, મીનારાઓને હેરીટેજ-હોટલોમાં રૂપાંતર કરી શકાશે ના મહત્વના નિર્ણયને આવકારતા યુવરાજશ્રી કેશરીદેવસિંહજી ઝાલાએ જણાવેલ કે રાજકોટમાં શ્રી નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી પદે આવ્યા ત્યારથીજ ગુજરાત હરણફાળ સિદ્ધી તરફ આગળ વધી રહ્યું છે અને આ સિધ્ધને વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને તેમની સરકાર દ્વારા ગુજરાતના વિકાસ માટે અનેક મહત્વના અને પ્રજાલક્ષી નિર્ણયો લેવાય રહ્યા છે.

તાજેતરમાં ગુજરાતમાં હેરીટેજ ઇમારતોને હોટલ, ટુરીઝમ પોલીસીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. તે આવકારદાયક અને પ્રશંસનીય કાર્ય છે જાન્યુઆરી -૧૯પ૦ ની સાલ પહેલાની ઐતીહાસીક ઇમારતો, મહેલો, કીલ્લાઓ કે સૌરાષ્ટ્ર-ગુજરાતની શાન છે આવી ઇમારતોમાં હેરીટેજ હોટલ, હેરીટેજ મ્યુઝિયમ, હેરીટેજ બેન્કવેટ હોલ, હેરીટેજ રેસ્ટોરન્ટ બનાવી શકાશે.

જેનાથી ઐતીહાસીક ઇમારતોનો સાચો ઉપયોગ થઇ શકશે. રાજય સરકારની પ્રથહ હેરીટેજ ટુરિઝમ પોલીસી જાહેર થઇ છે. જેને લઇને સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક મહેલો-કીલ્લાઓઅને ઐતીહાસીક ઇમારતોનો વિકાસ થશે દેશ-વિદેશના ટુરીસ્ટરોનો પ્રવાહ વધારો સાથે આવી ઐતિહાસીક ઇમારતોનો નજારો નજીકથી નિહાળવાનો મોકો મળશે. વલ્ડ ટુરીઝમ નકશામાંં ગુજરાત વધુ ચમકશે.

વર્તમાન હેરીટેજ  હોટલોના રીનોવેશન માટે પણ રાજય સરકાર દ્વારા રૂપીયા પ થી ૧૦ કરોડ સુધીની સહાયની જાહેરાત કરી છે તે ખરેખર પ્રશસંનીય છે.

(11:43 am IST)