Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

સુરેન્દ્રનગરમાં ૧૦૦ જેટલા લારી-ધારકો બેરોજગાર બન્યાઃ ફેન્સીંગ તાર હટાવો

વઢવાણ, તા.૧૫: ગાંધી હોસ્પિટલ થી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તરફ ૧૦૦થી વધુ લારી ધારકો લારી ઊભી રાખીને અને કેબીનો મૂકીને ધંધો રોજગાર કરીને પોતાનું પેટીયું રળી રહ્યા છે ત્યારે પ્રશાસન વિભાગ દ્વારા તેમને ખસેડીને રોડની બાજુમાં ખુલ્લી પડેલી જગ્યામાં ફિનિશિંગ તાર બાંધી દેવામાં આવતા આ એક સૌથી લારી ધારકો અને ગલ્લા વાળાઓ હાલમાં કોરોનાની મહામારી વચ્ચે બેરોજગાર બન્યા છે..

ફૂટપાથ ઉપર છેલ્લા ૨૦ વર્ષ થી નાસ્તા ની લારીઓ વાળા ઉભા રહે છે અને નગરપાલિકા એ તેમને લાઇસન્સ પણ આપેલા છે ત્યાં ફેનસિંગ કરવા માં આવવા થી તેઓ હવે ત્યાં ધંધો કરી શકે તેમ નથી એક તો લોકડાઉન માં ધંધા રોજગાર બંધ હોવાથી નાના માણસો ને ખૂબ તકલીફ પડી છે અને હવે એમને ધંધા ની જગ્યાએ થી કાઢવા મા આવે તો 'પડયા પર પાટુ' જેવી સ્થિતિ થાઈ તેથી તેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમને ત્યાં ધંધો કરવા દેવા માંગ કરી છે.

આ ફિનિશિંગ તાર બાંધવામાં આવતા બેરોજગાર બન્યા છે ત્યારે આગામી સમયમાં આ ફિનિશિંગ તાર ને હટાવી અને ધંધો રોજગાર કરવા દેવા માટે આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે આ લારી ગલ્લા ધારકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

(11:44 am IST)