Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ગોંડલનાં દેવચડીમાં ભારે વરસાદ મગફળી પાણીમાં તણાઇ ગઇઃ ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યુ

ગોંડલ : તાલુકાના દેવચડી, બાંદરા, મોવીયામાં ધોધમાર વરસાદ વરસતા દેવચડીના નાજાભાઇ લક્ષ્મણભાઇ ડેર સહિત અનેક ખેડૂતોની ઉપાડેલી મગફળી પાણીનાં પ્રવાહમાં તણાઇ ગઇ હતી. નાજાભાઇ લક્ષ્મણભાઇ ડેરની ૪ વીઘા જેટલી તૈયાર મગફળીનો પાક તણાયો હતો. ખેડૂતોની ચાર માસની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો બેહાલ થયા છે.  દેવચડી આઠનાલા ડેમમાં મબલક પાણીની આવક થઇ છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી - ગોંડલ)

(11:44 am IST)