Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

નગરપીપળીયાના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે

ખીરસરા, તા.૧૫: લોધીકા તાલુકાના નગરપીપળીયાના ખેડુતોના ઉભા પાકને નુકસાની થયેલ છે ખેતરોમાં પાણી ભરાઇ છે તેમજ કઠોળમા ઉભી અડદી બળી જતા ખેડુત દ્વારા ઉપાડી લેવામાં આવેલ છે તેમજ ઉપાડેલ મગફળીના પાથરા બળી જતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતી પાકને થયેલ નુકસાનીનું સર્વે કરવા માટે કોઈ હજુ સુધી આવેલ નથી તો સવ માટેની રજુઆત કરવા લોધીકા તાલુકા પંચાયત કચેરી તેમજ મામલતદાર કચેરી જવા સરપંચ કમલેશભાઈ સાકરીયા તેમજ ખેડુતો જણાવી રહેલ છે ચોમાસામાં આગાવના વરસાદમાં પણ પાકને નુકસાનની થયેલ છે તેનું સર્વે પણ હજુ સુધી થયેલ નથી તેમજ તા.૧૨ તેમજ ૩ સપ્ટેમ્બરના વરસાદમા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે ઉભા પાક તેમજ ઉપાડેલ મગફળીને નુકસાની છે તેવુ નગરપીપળીયાના ખેડુત રાજેશભાઈ દોંગા જીણાભાઇ દોંગા દિલીપભાઇ રાઠોડ દિનેશભાઇ રાઠોડ મગનભાઈ હરસોડા વિગેરે ખેડૂતો જણાવે છે.

(11:47 am IST)