Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

મહુવામાં અપહરણ કરી માર મારીને લૂંટ કરવાના ગુન્હામાં ડોકટર સહિત ત્રણ આરોપીની ધરપકડ

વાહન મુકવા બાબતે બોલાચાલી થયા બાદ ડોકટરે અન્ય સાગરીતો સાથે અપહરણ કરી માર માર્યો

ભાવનગરના મહુવામાં બે દિવસ પહેલા વાહન મુકવા અંગે થયેલી બોલાચાલીમાં યુવકને અપહરણ કરી માર મારનાર ડોકટર સહિત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓની પુછપરછ દરમિયાન સમ્રગ ઘટનાનો ભાંડો ફુટ્યો હતો.

આજથી બે દિવસ પહેલા બે લોકો સ્કુટર પર ગાંધીબાગ ખાતે ઓળા(મગફળી)ખરીદવા ગયા હતા. તે દરમિયાન વાહન અંગે કોઇ માથાકૂટ થતા આરોપી ડોક્ટરે હમણા આવુ તેમ કહીને ગયો હતો અને ત્યારબાદ GOVERNMENT OF GUJARAT ACF palanpur લખેલી ટાટા સુમો ગાડી લઈને ઘટના સ્થળે પાછો આવ્યો હતો.

ત્યારબાદ બોલાચાલી કરનાર એક વ્યકિત જીગ્નેશ પંકજભાઈ સોલંકી નામના યુવકનુ અપહરણ કરી મહુવા બાયપાસ પર લઈ જઈ ધોકા વડે મારમારી મોબાઈલની લૂંટ કરી તેને ફેંકી નાસી ગયો હતો. જે અંગે જીગ્નેશભાઇએ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ અંગે તપાસ હાથ ધરી હતી.

જેમાં પોલીસે મહુવા કુબેરબાગ નજીક ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા ડો.વિજય આર જાલંધરા તથા તેનો ભાઈ તેજસ અને સંજય કળસરિયાની ધરપકડ કરી હતી. તેમજ આ આરોપીઓ પાસેથી ગુન્હામાં વાપરવામાં આવેલી ટાટા સુમો પાલનપુર ખાતે ફોરેસ્ટ વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા રમેશભાઇ જાલંધરાની હતી. પોલીસે ત્રણે આરોપીઓની પુછપરછ કરતા સમ્રગ બનાવનો ઘસ્ફોટ થયો હતો. પોલીસે ત્રણે આરોપીઓને કોરોના ટેસ્ટ માટે મોકલી ગુનામાં વાપરવામાં આવેલી ટાટા સુમો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:40 pm IST)