Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

દેવભૂમિ જિલ્લામાં બે દિ' સતત વરસાદથી ગ્રામ્ય માર્ગો ફરી બંધ!!

ખંભાળીયા, તા. ૧પ : જિલ્લામાં ફરીથી અઢીથી સાત ઇંચ જેટલો વ્યાપક વરસાદ પડયાના પગલે ખંભાળીયા સહિત અનેક તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં ફરી કોઝવે તથા નાલાઓમાં પાણી ફરી વળતા અનેક સ્થળે રસ્તાઓ પર ફરી વળેલા પાણીની સ્થિતિમાં લોકો જાનના જોખમે પાણીમાં ગરકાવ રસ્તાઓ પર થઇને નિકળતા જોવા મળી રહ્યા હતાં.

દાત્રાણા ખાસે ગોમતી નદીંમાં પૂર આવતા તથા બારા હંરથળ, વડત્રાની બારા તથા સલાયા ગોઇંજ ચાર બોટા જેવા અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકો પોતાના ટુ વીલ તથા ફોર વ્હીલ પાણીમાં ભયજનક સ્થિતિમાં નાખીને નીકળતા હતાં. આવી જ સ્થિતિ કોઠા વિચોત્રી, કુબરે વિસોરીના વાડી વિસ્તારોના રસ્તાઓની પણ થઇ હતી. વરસાદથી હવે લોકો ત્રાસી ગયાની સ્થિતિમાં થઇ ગયા છે.

(12:54 pm IST)