Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

મોરબી જીલ્લામાં સાંજે ધોધમાર પોણો ઇંચથી લઇને પોણા બે ઇંચ વરસાદ ખાબકયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧પ : જીલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાંજના સુમારે ઓચિંતો હવામાનમાં પલટો આવ્યો હતો અને સાંજના સુમારે ધોધમાર વરસાદ વરસ્યો હતો.  મોરબીમાં સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો હતો તે ઉપરાંત વાંકાનેર, ટંકારા અને માળીયા હાઇવે પર પણ વરસાદ વરસ્યો હતો જેમાં સાંજે ૬ થી ૮ દરમિયાન મોરબીમાં ૪૩ મીમી, વાંકાનેરમાં ર૦ મીમી અને ટંકારામાં ૩૭ મીમી વરસાદ નોંધાયો હતો.

(1:00 pm IST)