Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

જયેશભાઇ રાદડીયાને કોરોના પોઝીટીવ આવતા જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થનાઓ

(કિશોર રાઠોડ/ ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા.૧૫: રાજય સરકાર કેબિનેટ મંત્રી મને રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન તેમજ લેવા પટેલ કન્યા છાત્રાલય જામ કંડોરણા ના પ્રમુખ અને અડીખમ ખેડૂત નેતા તરીકે છાપ ધરાવતા જયેશભાઇ રાદડીયા ને કોરોના પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક અસરથી હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે આ સાથે તેમના પી.એ તરીકે સાથે રહેતા વિપુલભાઈ બાલધાને પણ કોરોના પોઝિટિવ આવતા તેઓને પણ હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે..

આ સમયે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા પોતાના સંદેશામાં જણાવેલ કે મારી તબિયત એકદમ સારી છે કોરોના પોઝિટિવ આવવાને કારણે હું ઘરમાં સુરક્ષીત છું જેથી કોઈ મારી ચિંતા ના કરે તેમજ તેમના પી.એ વિપુલભાઈ બાલધા પણ એકદમ સ્વસ્થ છે નિયમ પ્રમાણે કેર કરી રહ્યા છે. ઉપરોકત બાબતની જાણ લોકોને થતા ભગવાનને પ્રાર્થના થઈ રહી હતી કે તાત્કાલિક સાજા થઇ જાય.

સાથે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ ડી કે સખીયા મહામંત્રી ભાનુભાઈ મેતા જયંતિભાઈ ઢોલ ભરતભાઇ બોદ્યરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ વિગેરે એ પણ ચિંતા વ્યકત કરી વહેલી તકે સાજા થઇ જાય તે બાબતને ભગવાન પાસે પ્રાર્થના કરી હતી.

આ સાથે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગોંડલના સંતોને ખબર પડતા આજે વહેલી સવારે પૂજા સમયે અક્ષર ડેરી માં ગોંડલ મંદિરના કોઠારી દીપુ સ્વામી તેમજ સિનિયર સંત શ્રી કાકા સ્વામી વિગેરે સંતો એ પણ જયેશભાઇ રાદડીયા તાત્કાલિક સાજા થઇ જાય તે બાબતે પ્રાર્થના કરી હતી.

ધોરાજી ખાતે આવેલ શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ના શ્રી મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ને જાણ થતા તેઓએ પણ આશીર્વાદ પાઠવતા જણાવેલ કે રાજય સરકારના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા અને વિપુલભાઈ બાલધા તાત્કાલિક સજા થઈ જાય તે બાબતે હનુમાનજી મહારાજ અને શિવજી પાસે પ્રાર્થના કરી હતી.

(1:01 pm IST)