Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

સુત્રાપાડા પ્રભાસપાટણમાં જુગારધામો ઝડપાયાઃ ર૧ શખ્સોની અટકાયત ૪૩૯ર૦ નો મુદામાલ કબજે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૫: સુત્રાપાડા પ્રભાસપાટણ વિસ્તારમાં જાહેરમાં જુગાર ધામો ચાલતા હોય તે ત્રણ જુગાર ધામેા ઉપર દરોડો પાડી ર૧ શખ્સોની અટકાયત કરી રૂ.૪૩૯ર૦ નો મુદામાલ કબજે કરેલ હતો.

સુત્રાપાડા તાલુકાના પીપળવા ગામે જાહેર માં જુગાર રમતા મહેશભાઈ કુંભાભાઈ વંશ,પુનાભાઈ ખીમાભાઈ વાજા,જેસીગભાઈ મેરામણભાઈ ગોહીલ,બીજલભાઈ રામભાઈ સોલંકી,અરશીભાઈ ભીમાભાઈ ગોહીલ,વરજાંગભાઈ લખમણભાઈ કામળીયા,દિનેશભાઈગાંડાભાઈ ચીત્રોડા,ગટુરભાઈ માલાભાઈ વંશ,કાનાભાઈ મોરાસીયા ને રોકડા રૂ.૧પ૭૦૦ સાથે ઝડપી લીધેલ હતા.

નવાગામ નવાપરા વિસ્તારમાં જાહેર માં જુગાર રમતા ગીગાભાઈ કરશનભાઈ બામણીયા,ગટુરભાઈ કાળાભાઈ બામણીયા,હરસુખભાઈ ભાણાભાઈ બામણીયા,વરસીગભાઈ અરસીભાઈ બામણીયા,અજયભાઈ રામભાઈ બામણીયા,રામસીભાઈ નારણભાઈ બામણીયા ને રોકડા રૂ.૧પ,પ૦૦ સાથે ઝડપી પાડેલ હતા.

પ્રભાસપાટણ ના બીજ ગામે જાહેર જુગાર રમતા કૌશીક સામતભાઈ વાજા,નથુ સરમણભાઈ રાઠોડ,વરસીગ વિરાભાઈ રાઠોડ,મેરામણ હિરાભાઈ મેર,ભામાભાઈ લખમણભાઈ મેર,પરેશ નારણભાઈ વાજા ને રોકડા રૂ.૧ર,૭ર૦ સાથે ઝડપી પાડેલ હતા.

છાત્રોડા ગેસ એજન્સીની ૯૭ હજારની ચોરી

વેરાવળ તાલુકાના છાત્રોડા ગામે ગેસ એજન્સી ની ઓફીસ માં પ્રવેશી રૂ.૯૭,૮૭૦ની રોકડ રકમ ની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયેલ હોય તેવી ફરીયાદ નોંધાવેલ છે.

છાત્રોડા ગામે પીયુષ નવીનભાઈ રામ ની ગેસ એજન્સી ઓફીસ બંધ હતી ત્યારે કોઈ અજાણ્યા ઈસમે બારી તોડી અંદર પ્રવેશી ટેબલ ના ખાનામાંથી રોકડા રૂ.૯૭,૮૭૦ ઉપાડી ગયેલ હોય તેવી ફરીયાદ નોધાવતા તપાસ હાથ ધરેલ છે.

(1:32 pm IST)