Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

મોરબી : ઓટો રીક્ષામાં નામ, સરનામું અને સંપર્ક નંબર સહિતની વિગતો ડ્રાઇવર સીટ પાછળ લખવી ફરજીયાત

મોરબી ,તા. ૧૬: રીક્ષામાં મુસાફરી કરતા નાગરીકો સાથે છેતરપીંડી, ખીસ્સા કાતરવા, મોબાઇલ ચોરી અન્ય કિમતી સામાનની ચોરી, ચીલઝડપ, લુંટ/ધાડ, મહિલા/બાળકોની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારના બનાવો બનતા અટકાવવા, બનેલ બનાવને શોધી કાઢવા અને જાહેર જનતાની સલામતી જળવાઇ રહે તે માટે મોરબી જિલ્લા/શહેરની હદ વિસ્તારમાં ચાલતી તમામ ઓટો રીક્ષાઓમાં મુસાફરો સહેલાઇથી જોઇ શકે તે રીતે ચાલકની સીટની પાછળના ભાગે-રીક્ષાનો રજીસ્ટ્રેશન નંબર, વાહન ચાલકનું નામ સરનામુ, સંપર્ક નંબર ફરજીયાત લખવા અંગે જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર મોરબી જિલ્લા/શહેર વિસ્તારમાં ઓટો રીક્ષા ફેરવી ધંધો કરતા વાહન ચાલકે પોતાની રીક્ષામાં ડ્રાઇવરની શીટની પાછળના ભાગે પતરા અથવા એક્રેલીક (પ્લાસ્ટીક)ના સફેદ કલરના બોર્ડ ઉપર લાલ રંગની બોર્ડર અને લાલ કલરના અક્ષરોમાં વાહન નંબર, વાહન ચાલકનું નામ, સરનામુ, સંપર્ક નંબર તેમજ આપાતકાલીન સંપર્ક નંબર તેમજ મોરબી પોલીસ કંટ્રોલના નંબરો સ્પષ્ટ વાંચી શકાય તે રીતે ફરજીયાત લખવા જણાવવામાં આવ્યું છે.

આ હુકમના ભંગ કરનાર વિરુદ્ઘ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૧ હેઠળ શિક્ષા કરવામાં આવશે.  તેમ યાદીમાં જણાવાયું છે.

(9:56 am IST)
  • ભાજપનું સખળડખળ સમુનમુ કરવા અમિતભાઇ કર્ણાટક દોડ્યા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય કર્ણાટકના પ્રવાસે જઈ રહયા છે. RAF ફોર્સની નવી બટાલિયન કેમ્પસનો શિલાન્યાસ કરશે, અને મંત્રીમંડળના વિસ્તરણ બાદ નારાજ ધારાસભ્યો સાથે ચર્ચા કરશે તેમ જાણવા મળે છે access_time 1:47 pm IST

  • વારાણસીના વેદવ્યાસ મંદિરમાં આવેલા કુંડના જીર્ણોધ્ધાર સમયે કારતૂસનો જથ્થો મળી આવ્યો : વપરાયેલા 902 કારતૂસો મળી આવ્યા access_time 1:22 pm IST

  • આજે દિલ્હીમાં કોરોના રસીકરણ બાદ આડઅસરોના કુલ 52 કેસ નોંધાયા છે, જેમાં 51 કિસ્સાઓમાં સામાન્ય આડઅસર સામે આવી છે જ્યારે 1 ગંભીર કેસ સામે આવ્યો છે તેમ દિલ્હી સરકારે જાહેર કર્યું છે. access_time 11:03 pm IST