Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

વાંકાનેર બાઉન્‍ડ્રી પાસેથી રાજકોટ આવતો રપ લાખનો દારૂનો જથ્‍થો ભરેલ ટ્રક આરઆર સેલે ઝડપી લીધો

પોલીસને શંકા ન જાય તે માટે ડાકપાર્સલના બંધ મકાનમાં દારૂનો જથ્‍થો છુપાવ્‍યો તોઃ દારૂની બોટલ નંગ ૬૪૬૮ તથા ટ્રક મળી કુલ ૩૯.પ૩ લાખનો મુદામાલ કબ્‍જેઃ પી.આઇ.એમ.પી.વાળા તથા ટીમનો દરોડો

તસ્‍વીરમાં પકડાયેલ ટ્રક, ડ્રાઇવર તથા દારૂનો જંગી જથ્‍થો નજરે પડે છે.

રાજકોટ તા. ૧૬ : વાંકાનેર બાઉન્‍ડ્રી પાસેથી રાજકોટ આર.આર.સેલની ટીમે ડાકપાર્સલના બંધ બોડીના ટ્રકમાં છુપાવેલ રપ લાખના દારૂના જથ્‍થા સાથે ટ્રક ડ્રાઇવરને ઝડપી લીધો હતો.

પ્રાપ્‍ય વિગતો મુજબ રાજકોટ રેન્‍જમાં દારૂ-જુગારની ગેરકાયદે પ્રવૃતિઓ ઉપર કડક કાર્યવાહી કરવા ડી.આઇ.જી. પી.સંદીપસિંહ આપેલ સુચના અન્‍વયે રાજકોટ રેન્‍જના પી.આઇ.એમ.પી.વાળા તથા સ્‍ટાફ વાંકાનેર બાઉન્‍ડ્રી પાસે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે મળેલ ચોકકસ બાતમીના આધારે વાહન ચેકીંગ દરમિયાન બંધ બોડીના શંકાસ્‍પદ ટ્રક નં . એમ.એચ.૪૬ બીએમ ૦૧૬૯ ને રોકી તલાસી લેતા તેમાંથી અલગ અલગ ઇંગ્‍લીશ બ્રાંડનો દારૂનો જથ્‍થો બોટલ નંગ ૬૪૬૮ કિ. ર૪.૪૯ લાખ તથા ટ્રક, મોબાઇલ અને રોકડ રકમ મળી કુલ ૩૯,પ૩,૩૪૦ ના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવર રઘુવીરસિંઘ રામેશ્વરલાલ ચંદુલાલ રે. ગુસાઇઓના જી. સીસરા, હરીયાણાને ઝડપી લીધો હતો.

આર.આર.સેલની ટીમે પકડાયેલ ડ્રાઇવર તથા દારૂ ભરેલ ટ્રક સોપનાર મુકેશ તથા ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર શખ્‍સસામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્‍હો દાખલ કરાવ્‍યો હતો.

પકડાયેલ ડ્રાઇવરે આ દારૂનો જથ્‍થો રાજકોટ પહોંચાડવાનો હોવાની કબુલાત આપી હતી ડ્રાઇવરના જણાવ્‍યા મુજબ રાજકોટ પહોચ્‍યા પુર્વે કુવાડવા પહોંચી ફોન આવવાનો હતો પણ તે પુવે તે પોલીસના હાથે પકડાઇ ગયો હતો આ દારૂનો જથ્‍થો કોનેઆપવાનો હતો ? તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયોછે.

આ કાર્યવાહીમાં આર.આર.સેલના રસીકભાઇ પટેલ, કુલદીપસિંહ ચુડાસમા તથા શિવરાજભાઇ ખાચર સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.

(11:35 am IST)
  • કોવેક્સિન રસી બનાવતી કંપની ભારત બાયોટેક્નું એલાન : રસીની અવળી અસર થશે તો સારવારનો ખર્ચ કંપની ઉઠાવશે : ગંભીર અસર થાય તો વળતર ચુકવશે access_time 8:41 pm IST

  • અમેરીકાના નવા રાષ્ટ્રપતિના શપથગ્રહણનું આમંત્રણ કાર્ડ access_time 3:51 pm IST

  • વારાણસીના વેદવ્યાસ મંદિરમાં આવેલા કુંડના જીર્ણોધ્ધાર સમયે કારતૂસનો જથ્થો મળી આવ્યો : વપરાયેલા 902 કારતૂસો મળી આવ્યા access_time 1:22 pm IST