Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

મેટોડા જીઆઇડીસીમાં બંધ મકાનમાં તસ્કરો ખાબકયાઃ અડધા લાખની મત્તાની ચોરી

રાજકોટ તા. ૧૬ :.. લોધીકાના મેટોડા જીઆઇડીસીમાં બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી અડધા લાખની મતા ચોરી કરી ગયા હતાં.

મળતી વિગતો મુજબ મેટોડા જીઆઇડીસીમાં પાઠક સ્કુલની બાજુમાં બાલાજી રેસીડેન્સી મકાન નં. ર માં રહેતા અને ટીફીનનો વ્યવસાયા કરતા અશ્વિનભાઇ બાલુભાઇ વઘાસીય (પટેલ) ના બંધ મકાનમાં તસ્કરોએ  તાળા તોડી અંદર પ્રવેશી તિજોરીનો દરવાજો તોડી સોનાનું પેન્ડલ કિ. રપ૦૦૦, ગોલ્ડ લોનના ડોકયુમેન્ટ, માટીના ગલ્લામાં રાખેલ રોકડા રૃા. ર૦,૦૦૦ તથા સાડીનો જથ્થો મળી કુલ અડધા લાખની મતા ચોરી કરી ગયા હતાં. મકાન માલીક અશ્વિનભાઇ પરિવાર સાથે દલખાણીયા ગામ સ્થિત તેના માસીજીના ઘરે ગયા હતા ત્યારે તસ્કરો બંધ મકાનમાં ત્રાટકયા હતાં. આ અંગે અશ્વિનભાઇની ફરીયાદ ઉપરથી લોધીકા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પી. એસ. આઇ. એચ. એમ. ધાંધલ ચલાવી રહ્યા છે.

(12:09 pm IST)
  • વારાણસીના વેદવ્યાસ મંદિરમાં આવેલા કુંડના જીર્ણોધ્ધાર સમયે કારતૂસનો જથ્થો મળી આવ્યો : વપરાયેલા 902 કારતૂસો મળી આવ્યા access_time 1:22 pm IST

  • સમાજવાદી પાર્ટીના કદાવર નેતા આઝમ ખાં ને ઝટકો : જોહર યુનિવર્સીટીની 70 હેકટર જમીન યુ.પી.સરકારના નામે થઇ જશે : એસ.પી.પાર્ટીના રાજમાં સેંકડો વીઘા જમીન જોહર ટ્રસ્ટને પાણીના ભાવે અપાઈ હતી : એ.ડી.એમ.કોર્ટનો ચુકાદો access_time 8:14 pm IST

  • દેશમાં કોરોના થાક્યો; નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,019 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,57,679 થઇ :એક્ટિવ કેસ 2,06,879 થયા: વધુ 15,011 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,93,994 થયા :વધુ 162 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,292 થયા access_time 12:56 am IST