Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ધારીના મોણવેલ ગામે દિપડાનો હુમલો : પ્રૌઢાના પગમાં ઇજા

વડીયાના લુણીધાર ગામે પ્રેમલગ્ન કરનાર યુવતિનો આપઘાત : અમરેલી જુના યાર્ડમાં વેપારીઓમાં મારામારી : પાર્ક કરેલ બાઇકમાંથી પ૧ હજારની ઉઠાંતરી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૬ : ધારી તાલુકાના મોણવેલ ગામે રહેતી સંતોકબેન નાજાભાઇ વાઘેલા નામની પ્રૌઢા વહેલી સવારે કુદરતી હાજતે ગયેલ હતી, ત્યારે અચાનક દિપડાએ આવીને પ્રૌઢાને પગેથી ખેંચતા પગમાં ઇજાઓ થતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. ધારી ગીર પંથકના ગામોમાં અવાર નવાર દિપડાઓ દ્વારા માનવીઓ ઉપલ હુમલાના બનાવો બની રહ્યા છે.

વડીયા તાબાના લુણીધાર ગામે રહેતી જયાબેન ઉ.વ.ર૮ એ દિપક અનંતરાય મહેતા સાથે ર૦૧૩માં પોતાની મરજીથી પ્રેમલગ્ન કરેલ હતાં. છેલ્લા ર વર્ષથી દિપક અનંતરાય મહેતા, અનંતરાય માણેકલાલ મહેતા, સાસુ, બે નણંદોએ ત્રાસ આપી મરી જવા મજબુર કરતા અને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતા પોતે પોતાની મેળે ગળાફાંસો ખાઇ મૃત્યુ પામ્યાનું ગઢડા રહેતા પિતા નથુભાઇ પરમાર અનુજાતિએ વડીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

અમરેલી જુના માર્કેટ યાર્ડમાં જલરામ શાક માર્કેટના બાકડા નં.૩૦માં શાકભાજીનો વેપાર કરતા નઇમભાઇ યસુફભાઇ ડબાવાલા ઉ.વ.ર૩ને રાહુલ ઉર્ફે ઘુઘોર  રમેશ વાઘેલા પણ ત્યાં ભજીયાની લારીમાં બેસી વેપાર કરતોવ હોય. અગાઉના મનદુઃખના કારણે નઇમભાઇને છરી વડે ડાબા પડખામાં તેમજ રાજ હસમુખ સંઘવીએ લાકડી વડે માર મારી જીવલેણ ઇજા કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ૩૦૭ મુજબ ગુન્હો નોંધી બનાવની તપાસ પી.એસ.આઇ. એમ.પી. પંડયા ચલાવી રહ્યા છે.

બગસરામાં ધમકી આપી

બગસરામાં રહેતા અનિલભાઇ મહેન્દ્રભાઇ રાઠોડ ઉ.વ.ર૮ને અશોક સવજી, વિઠ્ઠલ ગમન, સવજી મગન, ભનુ બોરીચા, સુરેશ કિશોર, ધીરજ બોરીચા, લક્ષ્મીબેન સવજીભાઇ, ગંગાબેન, હંસાબેન ભનુભાઇ તેમજ ગીરીશભાઇના પત્નીએ ગેરકાયદેસર મંડળી રચી ગાળોબોલી મારમારી ધમકી આપ્યાની બગસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે લાભુબેન દિલીપભાઇ બોરીચા ઉ.વ.૩પને અનિલ મહેન્દ્ર રાઠોડ, નિલેષ મહેન્દ્ર રાઠોડ, મહેન્દ્ર વાઘજીભાઇ રાઠોડ, પ્રાશ વાઘજીભાઇ રાઠોડ, મનુ મૂળજી, ગીતાબેન મહેન્દ્રભાઇએ ગેરકાયદેસર મંડળી રચી ગાળો બોલી ધમકી આપ્યાની બગસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

આંબામાં દાઝી જતા મોત

લીલીયા તાલુકાના આંબા ગામે રહેતી શાંતાબેન માવજીભાઇ સાવજ ઉ.વ.૭૪ નામના વૃદ્ધા પોતાના ઘરે ગેસના ચુલા ઉપર પાણી ગરમ કરવા લાઇટર વડે ગેસ શરૂ કરવા જતા ભડકો થતા દાઝી જતા સારવાર માટે અમરેલી ગુણાતીત હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જયાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નિપજયું હતું.

કોની સાથે વાત કરો છો ?

અમરેલી તાલુકાના ચિતલ ગામે રહેતી સમીનાબેન કાદરભાઇ બીલખાયા ઉ.વ.૪પના પતિ કાદર સુલેમાન મોબાઇલમાં વાત કરતા હતા ત્યારે તમો કોની સાથે વાત કરો છો જેથી પતિએ જણાવેલ કે, હું ગમે તેની સાથે વાત કરૂ તારે વચ્ચે આવવું નહીં તેવું જણાવી ગાળો બોલી દિકરા અબજલે ઢીકપાટુનો માર માર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

અમરેલીના લાઠી રોડ ઉપર આવેલ વલ્લભ ચેમ્બર્સ પાસે પાર્થ કરીયાણાની દુકાન આગળ લાલજીભાઇ સવજીભાઇ સભાયા રહે. જરખીયા વાળાના પાર્ક કરેલ બાઇકની ડેકીમાંથી લોક ખોલી કોઇ અજાણ્યો શખ્સ રોકડા રૂ. પ૧,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(3:02 pm IST)