Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

સોમવારથી દ્વારકાધીશ મંદિર 23મી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

પરિવાર દ્વારા પારંપારીક નિત્યક્રમ કરાશે :શ્રી દ્વારકાધીશના દર્શન સંસ્થાની વેબ સાઈટ WWW.DWARKADHISH.ORG માં લાઇવ નિહાળી શકાશે.

( દીપેશ સામાણી દ્વારા ) કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખી તેના સંકુમણને નિયંત્રણમાં લેવાના થતા નિવારાત્મક પગલાઓ સંદર્ભે ગુજરાત સરકારના ગૃહ વિભાગના હુકમ નં.વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨, તા.૧૧/૦૧/૨૦૨૨ થી સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યકમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યક્તિઓ, પરંતુ, બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે તેવા તા.૨૨/૦૧/૨૦૨૨ સુધી ફેરફારો સાથે નિયંત્રણો મુકવામાં આવેલ છે.

 પત્યેક પૂર્ણિમા નિમિત્તે શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. આગામી પૂર્ણિમાં તા.૧૭/૦૧/૨૦૨૨ ના રોજ પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે તેવી સંભાવના છે. દેશભરમાં તથા રાજ્યમાં ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ વધતુ હોવાનું જણાયેલ છે. જે ધ્યાને લઇ અગમચેતીના ભાગરૂપે તા.૧૭/૦૧/૨૦૨૨ થી તા.૨૩/૦૧/૨૦૨૨ સુધી શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા દર્શનાર્થીઓ માટે બંધ રાખવા નિર્ણય કરવામાં આવે છે. તેથી તા.૧૭/૦૧/૨૦૨૨ થી તા.૨૩/૦૧/૨૦૨૨ સુધી શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકામાં પુજારી પરિવાર દ્વારા પારંપારીક નિત્યક્રમ કરવામાં આવશે. શ્રી દ્વારકાધીશના દર્શન સંસ્થાની વેબ સાઈટ WWW.DWARKADHISH.ORG માં લાઇવ નિહાળી શકાશે. જેની સર્વેએ નોંધ લેવા વિનંતી છે. શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ તથા જિલ્લા વહીવટીતંત્ર, દેવભૂમિ દ્વારકા સર્વે શ્રધ્ધાળુઓને ઘરે બેઠા જીવંત પ્રસારણનો લાભ લેવા અપીલ કરે છે.

(5:17 pm IST)