Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

જામનગર જિલ્લા જેલના કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરાયા

કોરોના સંક્રમણને લઇને બે મહિના માટે જામીન અપાયા

જામનગર જિલ્લા જેલમાંથી 32 કેદીઓને વચગાળાના જામીન પર મુકત કરવામાં આવતાં તેઓ પોતાના ઘરે પરત થયા હતા. જિલ્લા જેલમાંથી હજુ વધુ કેદીઓ આગામી દિવસોમાં આ રીતે મુકત થશે. તેમજ સાત વર્ષથી વધુ અને આજીવન કેદની સજાવાળા દર્દીઓની લાંબાગાળાની પે-રોલ રજા પણ મંજૂરી માટે જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ મુકાઇ ચૂકી છે. જેમાં પણ નિર્ણય આવ્યે સંખ્યાબંધ કેદીઓ રજા પર ઘરે જઇ શકશે.

કોરોનાના સંક્રમણની ગંભીર અસર ગુજરાતમાં પણ વર્તાઇ રહી છે. જેલમાં પણ કોરોનાના કેસો આવ્યા છે ત્યારે જામનગર જિલ્લાની હાઇ પાવર કમિટિની બેઠકમાં નિર્ણય લેવાયાના અનુસંધાને જામનગરની જિલ્લા જેલમાં રહેલા ભરણપોષણના ગુનામાં સાદી કેદની સજા ભોગવતા 19 કેદીઓ તથા નાના ગુનાઓમાં જેલમાં ગયેલા કાચાકામના 13 કેદીઓ મળીને કુલ 32 કેદીઓને વચગાળાના જામીન પર મુકત કરવા કાર્યવાહી કરવામાં આવી હતી. 

(7:29 pm IST)