Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

મોરબીના યુવકને સ્પાનો ચસ્કો ભારે પડ્યો : જીવ દીધો : સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો

પોતાની જાતે શરીરે ડીઝલ છાંટી આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો જેમાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું

મોરબીની સદભાવના હોસ્પિટલ પાસે આવેલી બોયઝ હાઈસ્કૂલના પાછળના ભાગે સળગેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.ઘટનાની જાણ થતાં ફાયબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી.

આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર મોરબીના વજેપર શેરી નં. 11માં રહેતા અને મજૂરીકામ કરી પોતાનું ગુજરાત ચલાવતો લાલજી જગદીશ પરમાર નામનો 18 વર્ષીય યુવાન આજે સવારે કોઈ પણ કારણસર ઘરેથી ચાલ્યો ગયો હતો. શહેરની સદભાવના હોસ્પિટલ પાસે આવેલ બોયઝ હાઈસ્કૂલ નજીક પહોંચ્યા બાદ તેણે છેલ્લે પોતાના મામાને ફોન કરીને હું સળગીને આત્મહત્યા કરું છું તે અંગે કોલ કર્યો હતો.

ટેલીફોનિક જાણ કરી હતી જેને પગલે સગાસંબંધીઓ અને પરિવાર જનો દોડી આવ્યા હતા. આ દરમિયાન લાલજીભાઈએ પરિવારજનોને આવતા જોઈને દૂરથી પોતાની જાતે શરીરે ડીઝલ છાંટી આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કરી લીધો હતો જેમાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આધારભુત સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર મૃતક યુવાનને સ્પાનો ચસ્કો લાગ્યો હોવાથી તે આવરનવાર સ્પામાં જતો હોય જે બાબતે પરિવારજનો સાથે અવાર નવાર માથાકૂટ થતી હતી.

(11:40 pm IST)