Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ફલાવરીંગ પછી ફૂગ લાગતા કેરી ઉગાડતા ખેડૂતો ચિંતામાં

ગીર સોમનાથ :  ગીર વિસ્તારને કેરીનો ગઢ ગણવામાં આવે છે આ વિસ્તારમાં કેસર કેરીના આંબામાં વ્યાપક પ્રમાણમાં

ફ્લાવરિંગ (મોર) બાદ સફેદ ફૂગ, મગીયો સહિતના રોગ આવતા ખેડૂતો ચિંતામાં જોવા મળેલ છે.  સફેદ ફૂગના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. પાકમાં રોગચાળાના કારણે ફ્લાવરીંગ અને ખાખડીઓ 50 ટકા ખરી પડ્યા છે. કમોસમી વરસાદ બાદ પણ કેસર કેરીના બગીચાઓમાં ભારે માત્રામાં ફ્લાવરિંગ થતા ખેડૂતો ખુશખુશાલ હતા.પરંતુ, અચાનક કેસર કેરીનાં આંબા પર સફેદ ફૂગનો રોગ આવતા મોર ખરી પડ્યો છે. તો સાથે ખાખડી પણ ભારે માત્રામાં ખરી રહી છે.

(9:56 pm IST)