Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળી -મગફળી -ધાણાની ભારે આવક : વાહનોની લાઇનો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૬: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી, મગફળી, ધાણાની આવકો થવા પામી હતી ગત રાત્રીના સમયે યાર્ડની બહાર ૫ કિલોમીટર જેટલી જણસી ભરેલા વાહનોની કતારો જોવા મળી હતી.

યાર્ડ માં સફેદ ડુંગળીના ૭૫ હજાર કટા, મગફળીની ૬૦ હજાર ગુણી તેમજ ધાણાની ૨૫ હજાર ગુણી આવક થવા પામી હતી. ત્યારે માર્કેટયાર્ડમાં થયેલ જણસીની હરરાજીમાં સફેદ ડુંગળી ના ભાવ ૨૦ કિલ્લોના ૨૦૦/- થી ૩૫૦/- સુધીના બોલાયા હતા મગફળીના ૨૦ કિલ્લોના ભાવ ૧૦૦૦ /- થી ૧૨૫૦/- સુધીના બોલાયા તેમજ ધાણાના ૨૦ કિલ્લોના ભાવ ૮૦૦/- થી ૧૫૦૦/- સુધીના ભાવ બોલાયા હતા જણસીની આવક વધુ થવાથી હાલ હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડના સત્ત્।ાધીશો દ્વારા જણસીની આવક બંધ કરવામાં આવી છે.

(10:56 am IST)