Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

આજે શિક્ષાપત્રી જયંતિ મહોત્સવ : સાળંગપુરશ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને ખજૂર પાક અન્નકોટ દર્શન

વાંકાનેર,તા. ૧૬: બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ઘ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે જગ વિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ આયોજિત  વસંતપચમીના પાવન પુણ્યશાળી પર્વે તેમજ આજરોજ ( ૧૯૫ મી ) શિક્ષાપતી જયંતી મહોત્સવ નિમિતે આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ના નિજ મંદિર માં અનોખો 'શણગાર' કરવામાં આવેલ હતો. તેમજ સવારના સાડાપાંચ કલાકે કરવામાં આવેલ હતી.

તેમજ 'શણગાર આરતી' સવારે સાત કલાકે કરવામાં આવેલ હતી જે શણગાર આરતી કોઠારી સ્વામીશ્રી વિવેકસાગર સ્વામી મહારાજશ્રીએ કરેલ હતી તેમજ સવારે અગિયાર કલાકે ખજૂરપાક અન્નકોટ આરતી કરવામાં આવેલ હતી. તેમજ ખજૂરપાક અન્નકોટ દર્શન સવારે અગિયાર થી બપોરે એક વાગ્યાં સુધી રાખવામાં આવેલ હતા , શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજરોજ કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરસ્વામીજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ આજે વસંતપચમીની ઉજવણી કરવામાં આવેલ છે. વસંતપચમી હોય વિશાળ સંખ્યામાં ભાવિક ભકતજનોએ દાદાના દર્શનનો મહા આરતીનો લાભ સવારે લીધેલ હતો.

ઘર બેઠા ભાવિક ભકતજનોએ ઓનલાઇન ના માધ્યમથી દાદા ના દર્શન નો લાભ લીધેલ હતો ONLY ON TUBE > salangpur Hanumanji માં યૂટ્યૂબમાં કાયમ દાદાના લાઈવ દર્શન , સવાર, સાંજની આરતી દર્શન આવે છે જે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળગપુરધામના કોઠારી સ્વામીજી શ્રી વિવેકસાગર સ્વામીજી મહારાજશ્રી તેમજ ડી.કે.સ્વામીજી મહારાજશ્રીએ જણાવેલ છે.

(11:48 am IST)