Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ગુજરાત સાહિત્‍ય અકાદમી અને ગુરૂકુળ મહિલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજના ઉપક્રમે

‘સંતવાણી-સત્‍વ અને સોૈંદર્ય' વિષય પર પોરબંદરમાં ૨૧મીએ રાજ્‍ય કક્ષાનો વેબિનાર

આર્ય કન્‍યા વિદ્યાલય ટ્રસ્‍ટ સંચાલિત ગુરૂકુળ મહિલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ ખાતે આયોજન

રાજકોટ તા. ૧૬: રાજરત્‍ન શ્રેષ્‍ઠીશ્રી નાનજીભાઇ કાલીદાસ મહેતા આર્ય કન્‍યા વિદ્યાલય ટ્રસ્‍ટ સંચાલિત પોરબંદરની ગુરૂકુળ મહિલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ ખાતે ૨૧ ફેબ્રુઆરીના રોજ આંતર રાષ્‍ટ્રીય માતૃભાષા ગોૈરવ દિન નિમિતે રાજ્‍ય કક્ષાનો વેબીનાર યોજવામાં આવ્‍યો છે. જેમાં ‘સંતવાણી-સત્‍વ અને સોૈંદર્ય' વિષય પર શ્રી શ્રી ૧૦૦૮ ડો. નિરંજન રાજ્‍યગુરૂ સંતવાણીમાં ગુરૂ મહિમા, ડો. રાજેશકુમાર મકવાણા ઉત્તર ગુજરાતના રવિભાણ પરંપરાના સંતો,  ડો. ઋષીકેશ રાવલ મુસ્‍લિમ સંતોની કૃષ્‍ણભક્‍તિ અને ડો. મહેશકુમાર મકવાણા દરિયો-સંતવાણીનું માનિતુ રૂપક એ વિષયો પર વકતવ્‍ય આપશે. આ વેબીનારમાં ગુજરાત સાહિત્‍ય અકાદમી ગાંધીનગરના શ્રી હિમતભાઇ ભાલોડીયા, અધ્‍યક્ષ શ્રી વિષ્‍ણુભાઇ પંડયા ખાસ ઉપસ્‍થિત રહેશે. સંતવાણીઃ સત્‍ય અને સોૈંદર્ય વિષયનો જો અભ્‍યાસ કરવામાં આવે તો સંતની વાણીમાં એકતા ભેદભાવ રહિતતા, સર્વસમાનતા, ધર્મનિરપેક્ષતા, પ્રવૃતિમય જીવન અને યોગ સહિતના સંદર્ભનું ચિંતન મનન અચુક નજરે આવશે. આવા વિષયનું જ્ઞાન એ પણ આજના યુગની માંગ છે. રાજ્‍ય કક્ષાનો આ વેબીનાર ઉપરોક્‍ત બાબતોને ઉજાગર કરશે તેવો આશાવાદ વ્‍યક્‍ત થયો છે.

(11:52 am IST)