Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

માળીયમિંયાણા કોલ સેન્‍ટરનો મુખ્‍ય સુત્રધાર દિવ્‍યરાજસિંહ જાડેજા ઝડપાયોઃ ગેંગના આરોપી અનીશ પુદીપુંરીકલ સામે અમેરિકામાં પણ કેસ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા. ૧૬: માળિયાના મોટી બરાર ગામે ચાલતા કોલ સેન્‍ટરના ગુન્‍હામાં સંડોવાયેલ મુખ્‍ય સુત્રધારને એલસીબી ટીમે દબોચી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા એસપીના માર્ગદર્શન હેઠળની એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયાના મોટી બરાર ગામે ચાલતા કોલ સેન્‍ટરના ગુન્‍હામાં સંડોવાયેલ મુખ્‍ય સુત્રધાર દિવ્‍યરાજસિંહ મયુરસિંહ જાડેજા (ઉ.વ.૩૦) રહે મોટા ભેલા તા. માળિયા વાળાને ઝડપી લેવામાં સફળતા મળી છે જે ઝડપાયેલ આરોપીએ પૂછપરછમાં તેને ગોઆણા અનીશ એન્‍થની પુદીપું રીક્‍લની સાથે મળી કોલ સેન્‍ટર ચાલુ કરેલ અને અનીશ એન્‍થની યુકેના નાગરિકોનો ડેટા તથા યુકેના બેંક એકાઉન્‍ટ મેળવી આપતો હોવાની કબુલાત આપી હતી અને યુકેના નાગરિકો સાથે ઠગાઈ કરતા હોવાનું કબુલાત આપી છે તો ઝડપાયેલ આરોપીના રિમાન્‍ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

બોગસ કોલ સેન્‍ટરના ગુન્‍હામાં ઝડપાયેલ મુખ્‍ય સુત્રધારે અનેક રાઝ ખોલ્‍યા છે એલસીબી પાસેથી મળતી માહિતી મુજબ કોલ સેન્‍ટર પ્રકરણમાં આરોપી અનીશ એન્‍થની પુદીપુંરીક્‍લ સામે અમેરિકાના ટેક્ષાસ, હુસટન ડીસ્‍ટ્રીક કોર્ટમાં પણ બોગસ કોલ સેન્‍ટરનો કેસ ચાલુ હોવાનું જાણવા મળ્‍યું છે.

(11:55 am IST)