Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

જામનગરમાં કબીર લહેર તળાવને રમણીય બનાવાશેઃ ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર

તારામંડળ જ્ઞાનવર્ધક સેન્ટર-રાત્રીબજારના આયોજનની જાહેરાતઃ કોર્પોરેશન ચૂંટણીનો જામતો માહોલ

જામનગરઃ જામનગરમાં ભાજપ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ શ્રી ડો. વિમલ કગથરા, કેબીનેટ મંત્રી આર. સી. ફળદુ, રાજ્યમંત્રી હકુભા જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૬ :. પૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીજી એ એક વખત કહ્યું હતું કે ૅહમ સપને  દેખતે હૈ ઔર ઉસે સચ કરના ભી જાનતે હૈૅ, ઉપાય જાણનાર માણસ ગમે તેવા અઘરા કામને સહેલા  બનાવી દે છે. અટલજીની આ સત્યવાણીને ગુજરાતન। પનોતાપુત્ર નરેન્દ્રભાઇ મોદીએ અક્ષરસઃ સાચી  પાડી છે. રાષ્ટ્રના વિકાસની ધારા ગુજરાત સુધી અને ગુજરાતથી છેક છેવાડાના જામનગર સુધી પહોંચાડી છે. ભાજપ જે કહે છે તે કરે છેૅ એ નીતિ અનુસાર આગામી પાંચ વર્ષમાં જામનગર શહેરના સર્વાંગી વિકાસ માટેના  સંકલ્પો આ સાથે રજુ કર્યા છે.   

પ્રવેશદ્વાર સમા સુભાષ બ્રિજ થી શહેર ની ટ્રાડિક સમસ્યા હળવી કરવા સાડા  ત્રણ કિ.મી. લાંબા ફલાયઓવર બ્રિજનું નિમાણ કરવામાં આવશે, જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને લાંબો ઓવરબ્રિજ કે જેનું ખાતમુહુર્ત થઇ ચૂકયું છે. આ ઓવરબ્રિજ સુભાષ બ્રિજથી થઈ સાત રસ્તા સર્કલ થી છેક ઓશવાળ સેન્ટર  સુધી લંબાવવામાં આવ્યો છે. ઓવરબ્રિજ માટે ૧૯૭ કરોડની જંગી રકમની ફાળવણી પણ કરી દેવામાં આવી  છે.આ ઉપરાંત દિગ્જામ સર્કલથી ખેતીવાડી- એરફોર્સ રોડ ના ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂરું કરી લોકાર્પણ  કરવામાં આવશે. લાલપુર બાયપાસ ઓવરબ્રિજ તેમજ ઠેબા ચોકડી પાસેના ઓવરબ્રીજનું (કાલાવડ  બાયપાસ) નિર્માણ કરવામાં આવશે.   

ટ્રાફિક સમસ્યા હળવી કરવા રેલવે ફાટક ઉપર ઓવર બ્રિજ બનાવી જામનગરને ફાટક  મુકત બનાવવામાં આવશે. બેડી બંદર રિંગરોડ પૂર્ણ કરવામાં આવશે. જામનગર ની વસ્તી અને વિસ્તાર વધતાં  ટ્રાફિક સમસ્યા નિવારવા ડીપી- ટીપી કપાત કરી રોડ પહોળ। કરવામાં આવશે. સમર્પણ સર્કલથી બેડી બંદર  સુધી કોર લેન રોડ બનાવી સુંદર લાઈટિંગથી શણગારવામાં આવશે. જામનગરમાં સામેલ થયેલા નવા  વિસ્તારોમાં ઝડપથી ભૂગર્ભ ગટર યોજના અમલી બનાવાશે. લાલપુર રોડને હાપા માર્કેટયાર્ડ આસપાસ  આધુનિક બે નવા ફાયરસ્ટેશન કાર્યરત કરવામાં આવશે.   

વર્ષોથી રમતગમત ક્ષેત્રે અનેરો સંબંધ છે, અને વિશ્વ વિખ્યાત ક્રિકેટરો જામનગરે દેશને  આપ્યા છે. રમતગમતની આ ભૂમિ પર આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ મ્યુઝિયમ બનાવવામાં આવશે. જે નવી  પેઢીના રમતવીરોને પ્રેરણારૂપ બની રહેશે. આ ઉપરાંત એક વધુ અદ્યતન સ્પોર્ટ સંકુલનું નિર્માણ કરવામાં  આવશે. 

કોંગ્રેસના શાસનમાં વકરેલી પાણી સમસ્યા ભાજપ શાસનમાં આવતાં જ દૂર થઈ ગઈ છે. આગામી  પાંચ વર્ષમાં જામનગરમાં ભળેલા નવા વિસ્તારોને આવરી લઇ સમગ્ર જામનગરની પ્રજા ને સ્વચ્છ પાણી  નિયમિત મળી રહે તેવા સંકલ્પ સાથે આયોજન કરવામાં આવશે.   

રખડતા ઢોર, પથારા, રેકડી, ગુજરી બજાર, ઝપડપટ્ટી નિર્મુલનની દિશામાં રચનાત્મક અને  હકારાત્મક અભિગમ અપનાવીને તે દિશામાં સૌને સાથે લઈને આયોજન કરવામાં આવશે. જામનગરને પાણી  પૂરું પાડતા રણજીતસાગર ડેમ પરથી પંપહાઉસ સુધી નવી ડી.આઈ. પાણીની પાઇપ લાઇન નાખવામાં આવશે, તેવી જ રીતે ખીજડીયા સમ્પ થી નવાગામ (ઘેડ) સુધી પણ પાણી માટે ડી.આઈ. રાઇઝિંગ પાઇપ નાખી  પાણી વિતરણ વ્યવસ્થા વધુ સરળ કરવામાં આવશે. ખંભાળિયા રોડ પર પાણીનો નવો એક ઇ.એસ.આર. અને  ગુલાબ નગર, શંકર ટેકરી ખાતે સંપનું નિર્માણ કરવામાં આવશે. વાલસુરા મરીન પોલીસ ચોકી પાસે મીઠા  પાણીનું તળાવ અને રણજીત સાગરડેમ ને સ્ટ્રેન્વનિંગ કરવામાં આવશે.   

શહેરને વધુ એક સ્મશાનની જરૂરિયાત હોવાથી લાલપુર બાયપાસ પાસે આધુનિક ગેસ  આધારિત સ્મશાન બનાવવામાં આવશે. ઉપરાંત ઐેતિહાસિક ધરોહરને જાળવવા પ્રાચીન ભુજીયા કોઠા ને તેના  મૂળ સ્વરૂપમાં લાવી આધુનિક લાઇટોથી શણગારવામાં આવશે, તેવી જ રીતે બાલ્કન-જી-બારી વાળી જગ્યા  એ ભારતમાતા ના મંદિર સાથે આધુનિક સાયન્સ- ટેકનોલોજી આધા રિત પાર્ક અને તળાવની આસપાસ ખગોળ  વિજ્ઞાન (તારામંડળ) જ્ઞાનવર્ધન સેન્ટરબનાવવામાં આવશે.   

કબીર લહેર તળાવને રમણીય બનાવાશે, તળાવની પાળ પર ના હાલના ઓપન એર થિયેટરને  વિશેષ રીતે આધુનિક ઓપ આપવામાં આવશે. રોડ રસ્તા પહોળા કરી ટ્રાડિક હળવો કરવાના ધ્યેયથી  કનસુમરા પાટીયા રોડ તરક જવાના ડી પી રોડ નું આયોજન, પાબારીહોલ જવા માટે સી.સી.રોડ નું આયોજન,  જામનગરમાં નવા જોડાયેલા વિસ્તારોમાંથી પણ ડી.પી. રોડ પુલ્લા કરવામાં આવશે. હરવા ફરવાના સ્થળ  રણજીત સાગર જવાના માર્ગે, રંગમતી નાગમતી નદી પરના બેઠા પુલ ને ઊચો અને પહોળો બનાવવામાં  આવશે. બેડેશ્વર ઢિચડા રોડ પર ઉધોગ એકમોને પાયાના ઇન્ક્રાસ્ટ્ર્કચરની સુવિધા અપાશે.   

જામનગરની પ્રજા ને રાત્રે પણ ચા-નાસ્તો મળી રહે તે હેતુ થી રાત્રી બજારનું આયોજન પણ વિચારાયું  છે. શહેરમાં રોડ અને વિસ્તારોને તેના નામ પ્રમાણેની ઓળખ આપવા નામના બોર્ડ લગાવવાનું આયોજન છે.   

આમ ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગરના સર્વાંગી વિકાસ માટે પ્રજાના વિશ્વાસ અને સાથ  સહકારથી આગામી પાંચ વર્ષમાં જામનગર ને જાનદાર- શાનદાર અને જાજરમાન બનાવવાનો સંકલ્પ કર્યો છે.

(12:44 pm IST)