Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ જૂનાગઢ શ્યામ મહિલા મંડળ દ્વારા ટ્રાફીક માર્ગદર્શન સેમીનાર યોજાયો

 જૂનાગઢ : શ્યામ મહિલા મંડળ દ્વારા આરટીઓ અને ટ્રાફીક શાખા દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧ અંતર્ગત ટ્રાફીક વિશે માર્ગદર્શન સેમીનારનું આયોજન શ્યામવાડી ખાતે કરવામાં આવેલ. સેમીનારમાં આરટીઓ અધિકારી પ્રજાપતિ ટ્રાફીક પીએસઆઇ સોનારા મેડમ, શ્યામ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન ધીરૂભાઇ ગોહેલ, મંત્રી જયોત્સનાબેન ટાંક, ખજાનચી છાયાબેન ચોટલીયા, અરૂણાબેન ભાલીયા, કન્વીનર કિશોરભાઇ ચોટલીયા તથા ભરતભાઇ ભાલીયા દ્વારા દિપપ્રાગટય કરવામાં આવેલ. સર્વપ્રથમ આરટીઓ અધિકારી શ્રી પ્રજાપતિ દ્વારા ટ્રાફીક જાગૃતિ અંગે માહિતી આપેલ. ત્યારબાદ ભરતભાઇ ભાલીયા તથા કિશોરભાઇ ચોટલીયા દ્વારા પણ ટ્રાફીકના નિયમોનું પાલન કરી અકસ્માતથી બચવા માટેના ૧૦ સુત્રોના શપથ લેવડાવેલ. ટ્રાફીક પીએસઆઇ સોનારા મેડમ દ્વારા ટ્રાફીકના નિયમોનું પાલન કરી તમારા પરિવારના સભ્યને ખાસ કરીને યુવાન દિકરા દિકરીઓ અકસ્માતથી જીવન અને અપંગતાથી બચાવવા દંડ કરી પાવતી આપવી અમને પણ પસંદ નથી છતા પણ અમારી ફરજ બજાવવી પડે છે. અંતે ટ્રાફીકના નિયમોનું ખાસ પાલન કરવા અપીલ કરેલ. આ કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ શહેર ભાજપ તરફથી શ્યામ મહિલા મંડળના મંત્રી જયોત્સનાબેન ટાંકને શહેર સંગઠનમાં મંત્રી તરીકેની વરણી કરવામાં આવેલ હોય શુભેચ્છા પાઠવેલ. અંતે પ્રમુખ સ્થાનેથી શ્રીમતી મીનાબેન ધીરૂભાઇ ગોહેલ દ્વારા આરટીઓ અને ટ્રાફીકના અધિકારી આવી ટ્રાફીક અંગેની  માહિતી આપી તે બદલ આભારની લાગણી વ્યકત કરેલ. ઉપરોકત કાર્યક્રમમાં સૌપ્રથમ મંત્રીશ્રી જયોત્સનાબેન ટાંક દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ. સંચાલન કિશોરભાઇ ચોટલીયા દ્વારા કરવામાં આવેલ અને આભારવિધિ શ્રીમતી દક્ષાબેન પરમાર દ્વારા કરવામાં આવેલ. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(12:59 pm IST)