Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ગુજરાતમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું : ધોરાજી તાલુકા પંચાયત ની ઝાંઝમેરની બેઠક બિન હરીફ : ભાજપ ના ઉમેદવાર ચિરાગ દેસાઈએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચતા બેઠક કોંગ્રેસના ફાળે : લલિત વસોયા ના કોંગ્રેસ કાર્યાલય પર જશ્નનો માહોલ

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી : ગુજરાતમાં કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં બિનહરીફ થઇ ને ખાતું ખોલાવ્યું છે.તાલુકા પંચાયત ની ઝાંઝમેરની બેઠક બિન હરીફ થઈ છે ભાજપ ના ઉમેદવાર ચિરાગ દેસાઈએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચતા બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. ધારાસભ્ય લલિત વસોયા ના કોંગ્રેસ કાર્યાલય પર જશ્નનો માહોલ સર્જાયો છે. 

     કોંગ્રેસ ના ઉમેદવાર હરપાલ સિહ ચુડાસમા બિન હરીફ ચૂંટાયા છે. હરપાલસિહ ચુડાસમા ને કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા મીઠાઈ ખવડાવી અને જશ્ન માનવામાં આવ્યો છે.

 ગુજરાત માં પ્રથમ બિન હરીફ કોંગ્રેસની બેઠક ઝાંઝમેર ની થઈ છે.

(6:14 pm IST)