Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

જસદણમાં સહકારી સંઘ દ્વારા તાલીમ વર્ગ

રાજકોટ જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે તાલુકા સહકારી ખરીદ સંઘ જસદણ મુકામે જસદણ અને વિંછીયા તાલુકાની સેવા સહકારી મંડળીના કર્મચારીઓ માટે મંત્રી મેનેજર તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ. જેનું ઉદ્દઘાટન રાજકોટ જિલ્લા સહકારી સંઘ તથા ગુજરાત રાજય સહકારી સંઘના માનદમંત્રી, માર્કેટીંગ યાર્ડ જસદણના ચેરમેન અરવિંદભાઇ તાગડીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા સંઘના ડીરેકટર વશરામભાઇ રાઠોડ, પ્રવિણભાઇ છાયાણી, જસદણ તાલુકા સંઘના પ્રમુખ કાળુભાઇ તલાવડીયા, રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકના જસદણ વિંછીયા તાલુકાના ઝોનલ મેનેજર હર્ષદભાઇ કાકડીયા ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું ઉદ્દઘાટન કરતા અરવિંદભાઇ તાગડીયાએ જણાવેલ કે કોરોનાની મહામારી વચ્ચે સરકારના નિયમોનું પાલન કરી યોજવામાં આવેલ અલગ અલગ પ્રકારના તાલીમ વર્ગોના માધ્યમથી કાયદાકીય અને મંડળીને લગતી માહીતીઓ પુરી પાડવામાં આવી રહી છે. આ તકે રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ. બેંકના જસદણ વિંછીયા તાલુકાના ઝોનલ મેનેજર હર્ષદભાઇ કાકડીયાએ પ્રાસંગીક પ્રવચન કરેલ. સમગ્ર તાલીમ વર્ગનું સંચાલન મહિલા સી.ઇ.આઇ. એમ. એમ. ભાગીયાએ અને અંતમાં આભારવિધિ જિલ્લા સંઘના સી.ઇ.આઇ. એ. જે. ઘેટીયાએ કરેલ.

(11:42 am IST)