Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

માળિયાના ગુલાબડી રણ વિસ્તારમાં બાળકોને સુખડી, કિશોરીઓને પૂર્ણાશક્તિ પેકેટ વિતરણ

માળિયા તાલુકાના ગુલાબડી રણ વિસ્તારમાં આઈસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડીના લાભાર્થી બાળકોને સુખડી તેમજ કિશોરીઓને પૂર્ણાશક્તિના પેકેટનું વિતરણ કરાયું હતું

આઈસીડીએસ વિભાગના સીડીપીઓ મયુરીબેન, સુપરવાઈઝર વર્ષાબેન, અંકુબેન અને અગરિયા હિતરક્ષક મંચના મારૂતસિંહ બારૈયા સહિતની ટીમ દ્વારા માળિયા તાલુકાના ગુલાબડી રણ વિસ્તારમાં સ્થળાંતરિત અગરિયાઓના બાળકોને આંગણવાડીના લાભાર્થી બાળકોને બાલશક્તિ કુલ ૨૬ બાળકો, ૩ થી ૬ વર્ષના કુલ ૩૧ બાળકોને સુખડી અને સગર્ભા માતાઓને માત્રુશક્તિ, ધાત્રી બહેનોને માત્રુશક્તિ અને કિશોરીઓને પૂર્ણાશક્તિ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા

(6:55 pm IST)