Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લાના યુવા ભાજપના પ્રમુખ ડો. પ્રશાંતભાઇ કોરાટ

મીઠાપુર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં શ્રી દ્વારકાધીશ જગત મંદિર અને ૧ર જયોર્તિલીંગમાંનું એક એવું શ્રી નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું હોય ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ડો. પ્રશાંતભાઇ કોરાટ જીલ્લાની મુલાકાતે આવ્યા હતાં. તેઓ દ્વારા શ્રી દ્વારકાધીશના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. દ્વારકા ખાતે તેમનો સન્માન સમારોહ તથા સભા યોજવામાં આવી હતી. આ તકે જીલ્લા ભાજપના મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, જીલ્લા ભાજપનાં ઉપપ્રમુખ મોહનભાઇ બારાઇ, ખેરાજભા કેર તેમજ જીલ્લા ભાજપના મંત્રી રમેશભાઇ હેરમા તેમજ જીલ્લા અગ્રણી અને પબુભાના પુત્ર સહદેવસિંહ પબુભા માણેક, જીલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેર, મહામંત્રીશ્રી આનંદભાઇ હરખાણી, અલ્પેશભાઇ પાથર તેમજ ઓખા શહેર ભાજપના પ્રમુખ દિલીપભાઇ કોટેચા, મહામંત્રીશ્રી કીર્તિરાજસિંહ રાઠોડ, આલાભા માણેક દ્વારકા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઇ બુજજડ, દ્વારકા તાલુકા ભાજપ પ્રમુખ વરજાંગભા માણેક, મહામંત્રી ધાનાભા જડિયા, રાજેન્દ્ર પરમાર, ઓખા નગરપાલિકા ના પ્રમુખ ચેતનભા માણેક, ઉપપ્રમુખ ચેતનભાઇ માવાણી, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જયોતિબેન સામાણી, ઉપપ્રમુખ પ્રકાશભાઇ વાઘેલા, દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ રાજવીરભાઇ કેર, જીલ્લા અનુસુચિત મોરચાના મહામંત્રી રવીન્દ્રભાઇ પરમાર, જીલ્લા પંચાયતના સદસ્ય લુણાભા સુમાંનીયા, જે કે હાથીયા તથા વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. દ્વારકા બાદ શ્રી પ્રશાંતભાઇ દ્વારા નાગેશ્વર મહાદેવનાં મંદિરે ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું. (તસ્વીર - અહેવાલ : દિવ્યેશ જટણીયા મીઠાપુર)

(11:33 am IST)