Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

પોરબંદર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા રામભાઇ મોકરીયાનું સન્માન

પોરબંદર, તા., ૧૬:  સમસ્ત બ્રહ્મસમાજ પરિવાર નાં સૌ પ્રથમ ભારતીય લોકશાહીનાં સર્વોચ્ચ મંદિર ઙ્કરાજય સભાનાઙ્ખ સભ્ય પદે બિનહરીફ ચૂંટાયેલા સમસ્ત બ્રહ્મસમાજના રામભાઈ મોકરીયાનુ રાણાવાવ સમસ્ત બ્રહ્મસમાજના ઉપક્રમે સત્કાર સમારંભ યોજાયો હતો.

 

સન્માન સમારંભમાં પોરબંદર જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખ રજી. ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડાહ્યાભાઈ જોષી, ઉપપ્રમુખ શ્રી  ભીમભાઇ જોષી મહામંત્રી શ્રી ગીરીશભાઈ વ્યાસ ખજાનચી શ્રી અશ્વિન દવે તથા ટ્રસ્ટીઓ શ્રી રમણિકભાઈ પુરોહિત અને શ્રી અશ્વિન ઠાકર પોરબંદર શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા  પુષ્પહાર, સન્માન પત્ર, અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું અને પોરબંદર જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પરિવારો ના બાળકો થી લઈને કોલેજ સુધીના શૈક્ષણિક હેતુસર રાણાવાવ તાલુકાના વનાણા ગામ નજીક આશરે દોઢ થી બે કરોડના બજેટથી સાકાર થવા જઈ રહેલા ,સુચિત શ્રી પરશુરામ ધામ શૈક્ષણિક સંકુલ વિશે માહિતી મેળવી ને શ્રી રામભાઈ ખૂબ જ પ્રસન્ન થયેલા અને સંપૂર્ણ સહકાર આપવા વિશ્વાસ વ્યકત કર્યો હતો. ટૂંક સમયમાં જ જમીન સંપાદન કરવાની ગાંધીનગર ખાતે વિધિ પૂર્ણ થવા જઈ રહી છે ત્યાર બાદ પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના અધ્યક્ષ સ્થાને અને શ્રી રામભાઈ વિગેરે નાં અતિથિ વિશેષ પદે એક સંમેલન યોજાશે જેમાં તમામના અભિપ્રાયોની સમીક્ષા કરી  સહકાર આપવા અપીલ કરવામાં આવશે તેમ જણાવાયું છે.

(11:40 am IST)