Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ઓલ ગુજરાત વોટરપાર્ક એસોસીએશન દ્વારા રજુઆત

જેતપુર તા.૧પ : કોરોના લોકડાઉન બાદ અનલોકમાં દરેક વેપાર-ધંધાને છુટ મળી હોય પરંતુ વોટર પાર્કને હજુ મંજુરી મળી ન હોય સરકારના નીતી નીયમોના પાલન સાથે જો છુટ મળે તો આ વ્યવસાય સાથે જોડાયેલ અનેક લોકોને રોજી રોટી મળી શકે. તે માટે એસો.પ્રમુખ બળવંતભાઇ ધામી(વિશાળ લોર્ડસ) ની આગેવાની હેઠળ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીને લેખીત રજુઆત કરતા જણાવેલ કે વોટરપાર્કનો વ્યવસાય બંધ હોય એ લોકોની પરીસ્થિતિ ખરાબ થઇ ગયેલ હોય પરીવારનું ભરણ પોષણના પ્રશ્નો ઉપસ્થિત થયો હોય જો મંજુરી મળે તો તમામ કોવીડના નીયમોનું પાલન કરવામાં આવશે જેથી તુરંત વોટરપાર્કને મંજુરી આપવામાં આવશે તેવી ખાત્રી આપેલ આ સાથે કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા, જયેશભાઇ રાદડીયા, તેમજ આણંદના સાંસદ મીતેષભાઇ, ધારાસભ્ય ઋષીકેશભાઇને પણ રજુઆત કરેલ. રજુઆત કરવા રાધેભાઇ, રાહિલભાઇ, વિક્રમભાઇ, દિપકભાઇ, રાજેષભાઇ, જયેશભાઇ (એકવાલેન્ડ વોટરપાર્ક) જોડાયા હતા.

(12:40 pm IST)