Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

રાજકોટ-સૌરાષ્‍ટ્રના ૧૭ ડેમોમાં દોઢ ફુટથી ૦.ર૦ ફુટ સુધી નવા પાણીની આવક

ભાદરની સપાટી ર૬ાા ફુટે તો આજીની સપાટી ર૧ ફુટને વટાવી ગઇ... : ભાદરમાં ૦.ર૦ ફુટનો વધારોઃ આજીમાં ૦.૩૬ ફુટ આવક

રાજકોટ તા. ૧૬ : હળવા - ભારે મેઘ  વરસાદને કારણે રાજકોટ-સૌરાષ્‍ટ્રના ૧૭ ડેમોમાં દોઢ ફુટથી ૦.ર૦ ફુટ સુધીની નવા પાણીની આવક થયાનું સિંચાઇના વર્તુળોએ જણાવ્‍યું હતું.
રાજકોટના ભાદરમાં ૦.ર૦ ફુટના વધારા સાથે કુલ સપાટી ર૬ાા ફુટ થઇ છે, તો ઉપલેટાના મોજ ડેમમાં પોણો ફુટ નવુ પાણી આવતા સપાટી ૪૧ાા ફુટ થઇ છે, આ ડેમ ૪૪ ફુટે છલકાય છે.
રાજકોટના આજી-૧ ડેમાં ૦.૩૬ ફુટ નવુ પાણી આવતા સપાટી ર૧.૧૦ ફુટે પહોંચી છે, આ ઉપરાંત ન્‍યારી-૧ માં પણ ૦.૩૩ ફુટ નવુ પાણી આવતા કુલ સપાટી ર૦.પ૦ ફુટે થઇ છે, ન્‍યારી ડેમ રપ ફુટે છલકાય છે.
આ ઉપરાંત ફાડદંગ બેટી ૦ાા ફુટ, મોરબીના મચ્‍છુ-૧ માં  ૦ાા ફુટ સાથે કુલ સપાટી ૩૦ ફુટ થઇ છે, આ ઉપરાંત સસોઇ પોણો ફુટ, વર્તુ-૧ સવા ફુટ, વર્તુ-ર ૦.૩૩ ફુટ, વેરાડી ૧૦.૩૯ ફુટ, કાબરકા ૧ાા ફુટ, વઢવાણ ભોગાવો ૦.૩૯ ફુટ, લીંબડી ભોગાવો -ર માં પોણો ફુટ નવુ પાણી આવ્‍યું છે.

 

(12:31 pm IST)