Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ઉનાના દેલવાડાના આશાવર્કર બહેનોના પ્રશ્‍ને મુખ્‍યમંત્રીને રજુઆત

ઉના,તા. ૧૬:  દેલવાડાના પી એચ સી આશાવર્કર બહેનોની લાંબા સમયથી પોતાની વિવિધ પડતર માંગણીઓનો ઉકેલ નહી આવતા અને છેલ્લા ૫ માસથી પગાર ચુકવવામાં આવેલ ન હોય જેની માંગ સાથે  નિમુબેન મારૂ, ગીતાબેન બાંભણીયા, આશાબેન સોલંકી, હંશાબેન રાઠોડ તેમજ વિધવા મહીલાઓ સહીતની મોટી સંખ્‍યામાં મહીલાઓ દ્વારા પ્રધાનમંત્રી મોદી તેમજ રાજયના મુખ્‍યમંત્રીને સંબોધીને ઉના પ્રાંત કચેરી, મામલતદાર તેમજ ઉના આરોગ્‍ય વિભાગને લેખિતમાં રજૂઆત કરી હતી.

દેલવાડા પી એચ સી કેન્‍દ્ર હેઠળ કામગીરી કરતા આશા વર્કર બહેનો દ્વારા વિવિધ પ્રશ્નો જેવા કે પગાર નિયમિત થતાં નથી. દર ત્રણથી ચાર મહિને પગાર ચૂકવવામાં આવે છે. કોરોનાની મહામારીમાં કામગીરી કરેલ તેનું ઇન્‍સેટિવ રૂ. ૧,૦૦૦  મળ્‍યું નથી. જે સપ્‍ટેમ્‍બર ૨૦૨૧ થી આજ સુધી બાકી હોય અને આશા બહેનોને સાંજે પાંચ વાગ્‍યા સુધી કામ કરાવવામાં આવે છે. અને ફેસીલીટેટડને મહિનાની ૨૦ દિવસ ટુર છે અને રૂ. ૬,૦૦૦ મળવા પાત્ર હોય તે મળતુ નથી. ગુજરાત રાજયમાં સમાવેશ કરવામાં આવે તથા વાઉચર પ્રથા સાથે કર્મચારી તરીકે ફિક્‍સ પગાર નક્કી કરવામાં આવે, તેમજ વધારાની કામગીરી કરાવવામાં આવતી હોય તેનો પગાર પણ આપવામાં આવતો નથી. ફેસીલીટેડથી માંડી તમામ ઉપરી અધિકારી અલગ અલગ કામગીરી સોપવામાં આવતી હોય જેથી આટલા ટૂંકા વાઉચર પ્રથમ હવે પોસાતું નથી હવેથી જે વેતન મળશે તેજ કામ કરવામાં આવશે. તેવી આ વિવિધ પ્રશ્નો બાબતની માંગ સાથે આશાવર્કર બહેનો હડતાલ પર ઉતરી ગયાં હતાં. 

(11:45 am IST)