Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

લોધીકા પંથકની એસ. ટી બસો અનિયમિતઃ વિદ્યાર્થી સહિત મુસાફર જનતામાં રોશની લાગણીઃ આંદોલનની ચિમકી

(સલીમ વલોરા દ્વારા) લોધીકા, તા.૧૬: લોધીકા તાલુકો નાના મોટા કુલ ૩૮ ગામનો બનેલો છે અને અહીં તાલુકા કક્ષાની વિવિધ સરકારી કચેરીઓ પણ આવેલી છે જુદા જુદા ગામોના ગામ લોકો કામ સબબ અવાર-નવાર લોધીકા તાલુકા ખાતે આવક જાવક માટે એકમાત્ર એસ.ટી બસનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એસ.ટી તંત્ર દ્વારા લોધીકામાં દોડતી બસો અનિયમિત દોડે છે જેના પરિણામે લોકોને પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે આ બાબતે અવાર-નવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા ધ્‍યાન આપવામાં આવતું નથી રાજકોટ ડેપો ની રાજકોટ ખરેડી રાજકોટ ડાંગરવાડા તથા રાજકોટ કોઠા પીપળીયા રાજકોટ થી ઉપડતી ત્રણ બસ રૂટ અનુક્રમે બપોરે ૧:૦૦ કલાકે બપોરે ૧:૩૦ કલાકે બપોરે ૩:૧૫ કલાકે ઉપડે છે.
વધુમાં આ બસ રૂટમાં નિયમિત રૂપે અભ્‍યાસ પૂર્ણ કરીને વિદ્યાર્થીઓ પરત પોતાના ગામે જવા માટે આ બસ રૂટ નો ઉપયોગ કરે છે તેમજ લોધિકા તથા આજુબાજુના ગામોના વેપારી વર્ગ લોકો રાજકોટ ખરીદી કરવા જાય છે અને પોતાનું કામ પૂર્ણ કરીને ઉકત બસ રૂટો માં પરત આવે છે પરંતુ આ ત્રણ રૂટ ક્‍યારે પણ તેના નિર્ધારિત સમય ઉપર ઉપાડતા નથી એક કલાકથી પણ વધુ મોડી ઉપડે છે અને અવાર-નવાર આ બસ રૂટને કેન્‍સલ કરી દેવામાં આવે છે આ અંગે રાજકોટ ડેપો મેનેજર મો.(૬૩૫૯૯ ૧૮૭૩૬)નો ફોન ઉપર સંપર્ક કરવામાં આવે છે ત્‍યારે સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી અને ઘણા સામાજિક કાર્યકરોના ફોન ઉપાડવામાં આવતા નથી અથવા બ્‍લેક લિસ્‍ટ માં નાખી દેવામાં આવેલ છે તેવી જ રીતે તેમનાથી નીચેની કેડરના કર્મચારીઓને ફોન કરવા છતાં કોઈ ફેર પડતો નથી ઉકત ત્રણ રૂટમાં આ પંથકના વિદ્યાર્થીઓ નિયમિત રૂપે અપડાઉન કરે છે ત્‍યારે ઘણી વખત આ રૂટ ને રાજકોટ કોઠા પીપળીયા પહોંચવાને બદલે રૂટને ટુંકાવીને અધ વચ્‍ચેથી લોધિકા થી પરત પાછી વાડી લેવામાં આવે છે જેથી મુસાફરોને અને વિદ્યાર્થીઓને મુશ્‍કેલી ભોગવવી પડે છે ત્‍યારે મુસાફર જનતામાંથી ઉઠેલ ફરિયાદ ને ધ્‍યાને લઈ એસટી તંત્ર દ્વારા ઉકત રૂટ નિયમિત અને સમયસર દોડાવવામાં આવે એવી ગ્રામજનો તથા વિદ્યાર્થીઓની માંગણી છ.ે
 અન્‍યથા અનિયમિત એસ.ટી બસોથી ત્રાહિમામ થયેલ પ્રજાજનો દ્વારા ના છૂટકે આંદોલનના માર્ગ જવું પડશે તેવી રજૂઆત ગ્રામજનો તથા કોઠા પીપળીયા ના સામાજિક કાર્યકર ગૌરવ હંસોરા લોધિકાના સામાજિક કાર્યકર અશોકભાઈ વસોયા છગનભાઈ ઘીયાળ મહેશભાઈ ઘડિયા નેવિસ નકાણી વગેરે વાહન વ્‍યવહાર મંત્રી તેમજ વાહન વ્‍યવહાર કમિશનર ગાંધીનગર વગેરેને રજૂઆત કરેલ છે

 

(11:57 am IST)