Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

લીંબડીની સબજેલમાંથી હત્‍યાનો આરોપી રણોલ ગામનો બાબુડીયો બીજી વાર ફરાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૬ : લીંબડીની સબજેલમાંથી હત્‍યાનો આરોપી બીજી વખત ફરાર થઇ જવાની ઘટનાથી સનસનાટી મચી ગઇ છે. અગાઉ આ કેદી ૧૫મી જૂને ૨૦ ફૂટ ઉંચી દીવાલ કૂદીને ફરાર થયો હતો અને ત્‍યાર બાદ ઝડપાઇ ગયો હતો. મિત્રની પત્‍નીના ઠપકાને લઇને ઉશ્‍કેરાટમાં આવીને બાબુ ઉર્ફે બાબુડીયા નામના આ શખ્‍સે પોતાના મિત્રને ધારિયાના ઘા ઝીંકીને મારી નાખ્‍યો હતો. સ્‍વતંત્રતા પર્વની પૂર્વસંધ્‍યાએ જ સઘન સુરક્ષા બંદોબસ્‍તવાળી સબજેલમાંથી કેદી ફરાર થઇ જવાની ઘટના સામે આવતા પોલીસ બેડામાં હડકંપ મચ્‍યો હતો.ᅠ

લીંબડી તાલુકાના રળોલ ગામે રહેતાં દિનેશભાઈ ગફુરભાઈ સાપરાને ધારીયા જેવા તિક્ષ્ણ હથિયારથી માંથા ના ભાગે નવેક જેટલાં ઘા ઝીંકી હત્‍યાં કરવામાં આવી હતી. ત્‍યારે મૃતક દિનેશભાઈના મોટાભાઈ અમરતભાઈ ગફુરભાઈ સાપરા એ જણાવ્‍યું હતું કે તેમનો નાનો ભાઈ દિનેશભાઈ સાપરા તથાં તેનો મિત્ર બાબુભાઈ ઉફ બાબુડીયો ટપુભાઈ જે બંન્ને મિત્રો હતાં પરંતુ બાબુડીયો અવળી લાઈન નો હોવાથી દિનેશની પત્‍નીને નો ગમતાં તે રીસામણે જતી રહી હતી. તેમ છતાં બાબુડીયો દિનેશના ઘરે આવતો હતો. ત્‍યારે દિનેશે તેનાં મિત્રને ધરે નહીં આવવાની અવારનવાર ના પાડી હતી.ᅠ તે બાબતથી લઈને બાબુડીયાને ન ગમતાં બાબુડીયાએ ઉશ્‍કેરાઇને ધારીયા જેવા તિક્ષ્ણ હથિયારથી દિનેશના માથામાં નાના મોટા નવેક જેટલાં ઘા ઝીંકી નાંસી છુટયો હતો.ત્‍યારે આ બનાવ અંગે દિનેશનાં મોટાભાઈ એ પાણશીણા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્‍યારે પાણશીણા પીએસઆઈ આર.જે.જાડેજા તથાં પોલીસ સ્‍ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં આરોપી બાબુ ઉફ બાબુડીયાને લીંબડી નેશનલહાઈવે પર થી ઝડપી લેવામાં આવ્‍યો હતો.ᅠ

ᅠબાબુ ઉર્ફે બાબુડીયાને લીંબડી સબજેલ ખાતે સજા ભોગવવા રાખવામાં આવ્‍યો હતો ત્‍યારે સજા ભોગવી રહેલાં બાબુᅠ ઉર્ફે બાબુડીયોᅠ ૧૫ જુને વેહલી સવારે ૭ થી ૮ વાગ્‍યા ના અરસામાં પોતાની સાથે રહેલાં અને લીંબડી સબજેલ માં અન્‍ય ગુનામાં સંડોવાયેલા ઘનશ્‍યામસિંહ ભીખુભા ગોહિલ તથાં કરશન લીલાદાસ ગાગડી એમ બન્નેની મદદ થી અને ડયુટી ઉપર રહેલાં જેલર સહિત બે પો. કોન્‍સ્‍ટેબલ રૂતુરાજસિંહ ચુડાસમાં અને રણજી બાવળીયા ને ચકમો આપી ૧૮ થી ૨૦ ફુટ ઉંચી દિવાલ કુદી ભાગી જતાં ચકચાર મચી જવા પામ્‍યો હતો.ᅠ

અંદાજે બે વર્ષᅠ પહેલાં લીંબડીની સબ જેલમાં થી ૩ આરોપીઓ નાસી છુટતાં ચકચાર મચી જવા પામી હતી ત્‍યારે ફરી એક વાર બાબુડીયો તેની સાથે સજા ભોગવી રહેલા દિલાવર ધીરૂભાઈ જીલીયા, હરેશ રામજી ચાવડા, પ્રકાશ જેરામ ચાવડા, સન્ની ચંદુ ભોજૈયા એમ ચારેયની મદદગારીથી રવિવારે વહેલી સવારે લીંબડી સબજેલમાંથી હત્‍યાંના ફરાર થઈ ગયો હતો.ᅠ

લીંબડી સબ જેલમાંથી બાબુડીયા નામનો કેદી બીજી વખત ફરાર થઇ ગયાનું સામે આવ્‍યુ છે. બાબુડીયા નામનો આ કેદી રળોલ ગામનો રહેવાસી છે અને જે આરોપી હત્‍યા પ્રકરણમાં પોલીસ ચોપડે ચડયા બાદ જેલમાં સજા કાપી રહ્યો હતો. એટલું જ નહિ આ આરોપી અગાઉ પણ લીંબડી સબ જેલમાંથી ભાગી છૂટયો હતો છતાં જવાબદાર તંત્ર દ્વારા આ અંગે શીખ ન લેવાતા બીજી વાર આરોપી ભાગ્‍યો છે.આ અંગે જાણ થતા જેલ પ્રશાસનની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે.

ભાગેડું આરોપીને પકડવા જવાબદારો ધંધે લાગ્‍યા છે. પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવી છે અને ફરાર કેદી પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્‍યાં છે. ત્‍યારે સવાલએ ઉભો થાય છે એક એકનો એક કેદી આ જેલમાંથી કેવી રીતે ફરાર થયો તો હાલ આ બાબતે તર્કવિતર્ક સર્જાયુ છે.

(12:07 pm IST)