Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

મોરબીના ઘૂટું ગામ નજીકથી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરનાર બે શખ્શો ઝડપાયા

મોરબીના ઘૂટું ગામ નજીકથી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરનાર બે શખ્શોને  પોલીસે ઝડપી લઈને મુદામાલ જપ્ત કર્યો છે તો અન્ય બે શખ્શોને નામો ખુલ્યા છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઘૂટું ગામ નજીકથી પસાર થતી સીએનજી રીક્ષા જીજે ૩૬ યુ ૩૪૧૩ ને આંતરી તલાશી લેતા દેશી દારૂ ૧૦૦ લીટર મળી આવ્યો હોય જેથી પોલીસે દેશી દારૂ અને રીક્ષા સહીત કુલ રૂ ૬૨,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે રીક્ષામાં સવાર આરોપી કિશોર લાભુભાઈ વાઘેલા રહે ત્રાજપર શેરી નં ૦૧ અને મુકેશ કરશનભાઈ વરાણીયા રહે ઇન્દિરાનગર મોરબી એમ બે ઇસમોને ઝડપી લીધા છે જયારે અન્ય આરોપી રમેશ રહે રાયધ્રા તા. હળવદ અને હકાભાઇ જીવણભાઈ અદગામ રહે ઘૂટું તા મોરબી એમ બે આરોપીના નામો ખુલતા ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:14 am IST)