Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ઉદાસીન આચાર્યદેવ ૧૧ ૦૮ જગદગુરૂશ્રી ચંદ્ર ભગવાનની ચંદ્રનવમીની ઉજવણી

(હિતેશ રાચ્છ દ્વારા ) વાંકાનેરઃ અલ્હાબાદ થી શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા ના શ્રી શ્રી મહંત પૂજ્ય શ્રી રધુમુનીજી મહારાજશ્રીએ જણાવેલ કે આજે ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂ શ્રી ચંદ્રભગવાન ની (૫૨૭ મી શ્રી ચંદ્ર નવમી) છે આજરોજ પુરા ભારતભર મા તેમજ જ્યાં જ્યાં શ્રી ઉદાસીન આશ્રમ આવેલા છે ત્યાં આજે શ્રી ચંદ્રનવમી ની ભકિતભાવ પૂર્વક ઉજવણી થઈ રહેલ છે અલ્હાબાદ પ્રયાંગરાજ ખાતે આવેલ શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા ઉદાસીન અખાડા ખાતે આવેલ શ્રી ચંદ્ર ભગવાન ના મંદિર ખાતે પણ આજે સવારે પૂજ્ય શ્રી શ્રી મહંત શ્રી તેમજ સાધુ, સંતો દ્વારા ઉદાસીન આચાર્યદેવશ્રી ચંદ્ર ભગવાનનું વિશેષ પૂજન, અર્ચદાસ, તેમજ મહા આરતી કરવામા આવેલ હતી તેમજ બપોરે સાધુ , સંતો નો  ભંડારો યોજાયેલ હતો તેમજ ભાવિક ભકતજનોએ ભંડારાનો મહા પ્રસાદ લીધો હતો એવી જ રીતે હરિદ્વાર , નાસિક, ઉજેન, શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ અખાડા ખાતે આજરોજ શ્રી ચંદ્ર નવમી ના પાવન પર્વ શ્રી ચંદ્ર ભગવાન નું વિશેષ પૂજન અર્ચન, મહા આરતી તેમજ સાધુ , સંતો ના ભંડારા નું આયોજન કરવામાં આવેલ હતું હાલ કોરોનાની મહામારી હોય સંસ્કૃતિક કાર્યક્રમ કે બીજા કોઈ ભજન સંધ્યા ના કાર્યક્રમ રાખેલ નહોતા જે પૂજ્ય શ્રી શ્રી રધુમુનીજી મહારાજ (મહંત શ્રી )એ જણાવેલ હતું ભારતભરમા આજે શ્રદ્ધાપૂર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે શ્રી ચંદ્ર નવમી ની ઉજવણી થઈ રહેલ છે પંજાબ મા અમૃતસર ની બાજુમાં બટાળા ની બાજુમાં આવેલ  નાનક ચક  મા ઉદાસીન આચાર્યદેવ શ્રી ચંદ્ર ભગવાનશ્રીએ આ જગ્યામા ( ૧૬ વર્ષ તપ, ભજન, કઠોર તપસ્યા) કરેલ હતી જ્યાં ઉદાસીન આશ્રમ મા ભવ્ય શ્રી ચંદ્ર ભગવાનનું મંદિર છે પંજાબ મા રાબી નદી ના પટ ઉપર શ્રી ચંદ્રં ભગવાન સીધામ  થઈ ગયેલ એવી લોક માન્યતા છે આજે પજાબ મા પણ ભવ્ય રીતે શ્રી ચંદ્ર નવમી ની ઉજવણી થઇ રહેલ છે જ્યાં ત્રણ દિવસ નો માનવ મેળો ભરાય છે, સૌરાષ્ટ્ર ગુજરાત, કચ્છ, હાલાર, ઝાલાવાડ, મહારાષ્ટ્ર, યુપી બધી જગ્યાએ આજે દરેક ઉદાસીન આશ્રમો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે,  વિશેષ મા આજે વૃંદાવન ની તીર્થભૂમિમા આવેલ શ્રી શ્રોતમુનિ આશ્રમ મા આજથી વર્ષો પહેલા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજી ની આજ્ઞા અનુસાર શ્રી ચંદ્ર નવમી ની વૃંદાવન મા પણ ભવ્ય શોભાયાત્રા નીકળે છે આ વર્ષ કોરોના હિસાબે શ્રોત મુનિ આશ્રમ મા અંદર ના ગ્રાઉન્ડ મા દિવ્ય ભવ્ય સવારે વાજતે ગાજતે શ્રી ચંદ્ર ભગવાન નો ફોટો તેમજ સદગુરૂ શ્રી ભોલેબાબાજી ના ફોટાના ફ્લોટ્સ સાથે સાધુ, સંતો ની પાવન ઉપસ્થિતી મા શોભયાત્રા સવારે નીકળી હતી તેમજ શ્રી ચંદ્ર ભગવાન નું વિશેષ પૂજન, મહા આરતી તેમજ દિવ્ય ભવ્ય સાધુ, સંતો નો ભંડારો બપોરે યોજાયેલ છે જે પૂજ્ય સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજીના સેવક સમુદાય દ્વારા વૃંદાવન મા ઉજવણી થાય છે જેમાં રાજકોટ શ્રી જયસુખભાઈ જશણી તથા ભાવિકો દ્વારા ઉજવણી થાય છે.

(11:49 am IST)