Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અબોલ પશુઓને ક્રુરતાપૂર્વક ટ્રકમાં ગોંધી હેરાફેરી

લીંબડી ચાર રસ્‍તા પાસે મોડી રાત્રે ઓપરેશન : ૨૮ પશુને મુકત કરી ધંધુકા પાંજરાપોળ મુકાયા : જેતપુરના ચાલકની અટકાયત

વઢવાણ તા. ૧૬ : અમદાવાદ ગ્રામ્‍ય જિલ્લામાં પશુઓની ગેરકાયદેસર કતલ તથા હેરાફેરી અટાવવા સારૂ કાર્યવાહી કરવા કરેલ સૂચના અનુસંધાને ધંધુકા પોલીસ મથકના પીઆઈ સહીતનો સ્‍ટાફ ગત રાત્રીના નાઈટ પેટ્રોલીંગમાં હતો તે વેળાએ હકીકત મળી હતી કે, ટ્રક નંબર જી.જે .૦૩.૮૩૬૯ ગેર કાયદે અબોલ પશુ ભરી કતલ ખાને લઇ જનાર છે. જે આધારે લીમડી ત્રણ રસ્‍તા નાકાબંધી વોચ ગોઠવી ઉભા હતા તે વેળાએ ઉપરોકત નંબરનો ટ્રક શંકાસ્‍પદ રીતે પસાર થતા તેને રોકી ઉભી રખાવેલ અને તેમાં ડ્રાઇવર સીટે બેઠેલ યુનુસ ગનીભાઇ બાવનકા (રહે. નવાગઢ ગામ, ગેસ ગોડાઉન રોડ, ખાટકીવાડા તા.જેતપુર જી.રાજકોટ)ની અટક કરી ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી જીવ નંગ -૨૮ મળી આવતા ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરેલ. તેમજ ૨૮ અબોલ પશુને કોર્ટના હુકમ મુજબ તેની પુરતી દેખભાળ સારૂ ધંધુકા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્‍યા હતા.ᅠ
હદપારી ઝડપાયો
સાયલા આંબેડકરનગર વિસ્‍તારમાં રહેતા પ્રદીપ નટવરભાઈ પરમાર નામના શખ્‍સને વિવિધ ગુનાઓ સબબ કેસ નં. ૦૯/૨૦૨૧ તા૩૧/૦૮/૨૦૨૧ના હુકમથી લીંબડી સબ ડિવી. મેજિ. દ્વારા સુરેન્‍દ્રનગર જિલ્લો ઉપરાંત અમદાવાદ ગ્રામ્‍ય, રાજકોટ શહેર અને ગ્રામ્‍ય, મોરબી, તથા બોટાદ જિલ્લામાંથી હદપાર કરવા આવ્‍યો હતો.ᅠઆમ છતા આ શખ્‍સ સાયલામાં પોતાના ઘરે હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડીને હદપારીના ભંગ બદલ તેની અટક કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.ᅠᅠ
ચક્ષુદાન
લીંબડી-અમદાવાદ હાઈવે પર ૧૩ નવેમ્‍બરના રોજ દેવપરાના પાટીયા પાસે થયેલાં અકસ્‍માતમાં એક જ પરિવારના બે સભ્‍યોમાં દાદા અને ૬ વર્ષીય પૌત્રીનું ઘટના સ્‍થળે મોત નીપજયું હતું. મૃતકોની લાશ લીંબડી સિવિલ હોસ્‍પિટલ ખાતે પોસ્‍ટમોર્ટમ માટે લાવવામાં આવેલી હતી. ત્‍યારે તેમનાં પરિવારજનોએ મૃતકોનું ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો હતો. મૃતક બાળકીના પિતા અને મૃતક આધેડના દિકરા વિજયભાઈ અને તેમના પત્‍ની નિલમબેન દ્વારા લીંબડી સિવિલ હોસ્‍પિટલ ખાતે તબીબોની હાજરીમાં દાદા અને પૌત્રીનું ચક્ષુદાન કરવામાં આવ્‍યું હતું. લીંબડી હોસ્‍પિટલના તબીબો અને કર્મચારીઓએ મૃતકોના પરિવારજનોની આ આ ચક્ષુદાનના નિર્ણયને આવકારી સરાહના કરી હતી.

 

(11:31 am IST)