Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

મોરબીમાં રામનવમીથી હનુમાન જયંતી સુધી શહેરના અલગ અલગ મંદિરમાં રામોત્સવની ઉજવણી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શ્રી રામ નવમી ના ઉત્સવના સંદર્ભમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ – દુર્ગા વાહીની તથા બધા આયામો દ્વારા મોરબી જિલ્લા અને મોરબી પ્રખંડના જવાબદાર વયકિતઓ દ્વારા ૧૦ દિવસ સુધી તા 13-4-24 થી 23-4-24 હનુમાન જયંતિ સુધી મોરબી શહેરના અલગ અલગ વિસ્તારના મંદિરમાં રામોત્સવ ઉજવાઈ રહ્યો છે.

  જેમાં મોરબીના આસપાસ ના મંદિર ખાતે મહાઆરતી તેમજ ત્યાંના લોકો સાથે પરિચય તથા સત્સંગ ના કાર્યક્રમ ચાલી રહ્યા છે વિહીપ અને બજરંગદળના તમામ કાર્યકર બંધુ-ભગીની ૧૭ તારીખે એટલે કે આવતી કાલે સર્વ સનાતની હિંદુ સંગઠન મોરબી દ્વારા જે રામ ભગવાન ની ભવ્ય અને દિવ્ય વિજય યાત્રા નીકળવા જઈ રહી છે એમા બહોળી સંખ્યા માં જોડાય સાથે મોરબીના તમામ હિંદુ સનાતની ભાઈઓ-બહેનો પણ જોડાવવા જણાવ્યું છે.

   
(1:01 am IST)