Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

મોરબીના બાદનપર નજીક જુગાર રમતા પાંચ લોકોને ઝડપી લેતી એલસીબી. રૂ.૪૦ હજારની રોકડ સાથે રૂ.૭.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે.

મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને એલસીબીની ટીમે રૂ. ૪૦ હજારની રોકડ સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

   પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીની ટીમે ખાનપર આમરણ રોડ પર બાદનપર ગામની સીમમાં ખરાબામાં જાહેરમાં જુગાર રમતા પ્રાગજીભાઇ જેઠાભાઇ ઠોરીયા( ઉવ-૬૭) (રહે.રામનગર ખારેચીયા), બચુભાઇ પુનાભાઇ ડાંગર (ઉવ-૬૧)( રહે કોયલી), ભરતભાઇ મોમયાભાઈ કુંભારવાડીયા( ઉવ.૪૮)( રહે.બેલા આમરણ) જંયતિલાલ તળશીભાઇ રાઘવાણી (ઉવ-૪૬)( રહે ધુળકોટ) અને જયેશભાઇ માનસંગભાઈ મકવાણા( ઉવ-પર)( રહે. બાલંભા વાળા) ને રોકડા રૂ.૪૦,૯૫૦/- તથા ઇનોવા મળી કિ.રૂ.૭,૪૦,૯૫૦/-ના મુદામાલ સાથે પકડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.
     આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઈ કે.એચ.  ભોચીયા, એસ.આઈ પટેલ તથા એલ.સી.બી મોરબી સ્ટાફ રોકાયેલ હતો.

(1:04 am IST)