Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ભાવનગરના આદપુર ગામે દીપડાનો હુમલોઃ મહિલાનું મોત

ભાવનગર,તા. ૧૭: પાલીતાણા, તળાજા, મહુવા, સિહોર સહિતના વિસ્‍તારોમાં રાત્રીના પશુઓના આટા ફેરા વધી ગયા છે. સમયાંતરે રાત્રી પશુઓ દ્વારા પશુઓનું મારણ કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્‍યારે પાલીતાણા નજીક આવેલ આદપુર ગામના વાડી વિસ્‍તારમાં રહેતા

કાંતુબેન ગોબરભાઇ મકવાણા (ઉં.વ. ૫૫) વહેલી સવારે ઘરની બહાર કોઈ કામ માટે ગયા હતા તે દરમિયાન દીપડાએ તેમની ઉપર હુમલો કરતા કાંતુબહેનને ગંભીર ઈજા પહોંચી હતી.દીપડાએ કરેલા

હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્‍ત મહિલાને સારવાર અર્થે ભાવનગર હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા જયાં તેમનું મોત નીપજતા પરિવારમાં શોક નું મોજુ ફરી ગયું હતું.આ ઘટનાના પગલે આદપુર અને આસપાસના ગામોમાં પણ અરેરાટી સાથે આઘાતની લાગણી ફેલાઈ છે.

(10:15 am IST)