Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

કોડીનારમાં સટ્ટો રમતા ઝડપાયો

કોડીનાર, તા.૧૭: આઈપીએલની સીઝન ચાલી રહી છે ત્‍યારે ક્રિકેટ સટ્ટોડીયાઓ ફરી મેદાને ઉતર્યા છે જેમાં કોડીનાર માં  એકતા ચોક નજીક સરાજાહેર આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતાં એક શખ્‍સની પોલીસે ધરપકડ કરી ૨૦૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. ટીવીમાં લાઈવ સ્‍કોર પર હાર-જીતનો જુગાર રમાડતા ઉતમ ભાઈ અશોક ભાઇ સોલંકીને પકડી પાડેલ એક આરોપી હાર્દિક ભાઈ અપારનાથી ફરાર થઈ ગયો હતો ૨૦૫૦૦ ની રોકડ અને બે મોબાઈલ ફોન મળી ૩૦૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો એલ સી બી નાં ઇન્‍ચાર્જ પીઆઇ એ બી જાડેજાનાં માર્ગદર્શન મુજબ પી એસ આઈ એ બી વોરા તથા તેમની ટીમનાં માણશો પેટ્રોલીંગમાં હતા દરમિયાન એ એસ આઈ શૈલેશભાઈ ડોડીયા તથા હેડ કોન્‍સ્‍ટેબલ લલીતભાઈ ચૂડાસમાને મળતી બાતમી આધારે હતી.

(11:11 am IST)