Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

મોરબીની દીકરી જવાહર નવોદય વિદ્યાલયમાં બીજા ક્રમે ઉત્તીર્ણ થઈ

જીલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ અને શાળાના આચાર્યના હસ્તે પ્રમાણપત્ર સાથે એવોર્ડ આપી સન્માન કરાયું .

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : પોતાના દ્રઢ નિશ્ચયથી મોરબીની દીકરીએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં ઉતીર્ણ થયા બાદ ધોરણ-6માં બીજો ક્રમાંક મેળવ્યો છે. તારીખ 16 એપ્રિલના રોજ વાર્ષિક મહોત્સવમાં આ દીકરીનું જીલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ અને શાળાના આચાર્યના હસ્તે પ્રમાણપત્ર સાથે એવોર્ડ આપી સન્માન કર્યું હતું.
   મોરબીમાં રહેતી ધ્રુવી હરેશકુમાર ખડોદરા નામની દીકરીને ધોરણ-5માં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવો હોય ખાનગી ટ્યુશન ક્લાસ અને અન્ય કોચિંગ સેન્ટરમાં તપાસ કરતા ક્યાંયથી હકારાત્મક પ્રતિભાવ ન મળવાની સાથે એક કોચિંગ ક્લાસ સંચાલકે તો ધ્રુવી પ્રવેશ પરીક્ષામાં પાસ નહીં થઇ શકે તેવું સ્પષ્ટ જણાવી દેતા ધ્રુવીના પિતાએ ધ્રુવીને હિંમત આપી અને કોઈપણ ભોગે આ પરીક્ષા પાસ કરવા પ્રેરણા આપતા ધ્રુવીએ ઘરે બેઠા વ્યકિતગત અપેક્ષા જ્ઞાન કીના યુટયુબ વિડિયો અને સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરી માતા-પિતા તેમજ શિક્ષિકાના માર્ગદર્શન હેઠળ મહેનત કરી સફળતા મેળવી હતી.
    સાથે જ ધ્રુવીએ ધોરણ-5માં પણ શાળામાં દ્વિતીય નંબર મેળવી ઉતીર્ણ થઇ હતી, બાદમાં “જવાહર નવોદય વિદ્યાલય” માં ધો. 6માં સેકેન્ડ રેન્ક મેળવી શાળામાં યોજાયેલ એન્યુઅલ ડે માં ધ્રુવીને જીલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ અને પ્રિન્સીપાલના હસ્તે પ્રમાણપત્ર અને એવોર્ડ (ટ્રોફી) આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.

 

(10:01 pm IST)