Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર નેહલબેન ગઢવી દ્વારા આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત મતદાન કરવા અપીલ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : લોકસભા સામાન્ય ચુંટણી ને લઈને ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગામી ૭ મે રોજ મતદાન થનાર છે ત્યારે સ્વિપ અંતર્ગત મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર નેહલબેન ગઢવી દ્વારા આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત મતદાન કરવા રામનવમીના અવસરે રામાયણનું દૃષ્ટાંત આપીને અપીલ કરવામાં આવી છે.

104 - ભાવનગર (પૂર્વ) અને 105 - ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા મતવિસ્તાર દ્વારા સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર અને મોટીવેશનલ સ્પીકર નેહલબેન ગઢવી દ્વારા આગામી લોકસભા સામાન્ય ચુંટણી - 2024 માં યુવાનો પોતાની સહભાગિતા દાખવે અને લોકશાહીમાં સક્રિયતાથી ભાગ લે તેવા હેતુ થી નવો એક વિડિયો બનાવીને પોતાના ઈન્સ્ટાગ્રામ ના હેન્ડલ પર મૂકીને મતદાર જાગૃતિ કરી SVEEP કામગીરી કરવામાં આવી છે.

   
 
(10:22 pm IST)