Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ગોહિલવાડ પંથકમાં ઉનાળો આકરો બન્યો :ભાવનગર શહેર અને જિલ્લામાં ગરમીનો પારો વધીને 41.7 ડિગ્રીએ પહોંચ્યો

આજે સિઝનનું સર્વોત્તમ મહત્તમ તાપમાન ભાવનગરમાં નોંધાયું: ગરમીનો પારો ૪૧.૭ ડિગ્રી ને આંબી જતા લોકો તોબા પોકારી ગયા

ભાવનગર શહેર અને જિલ્લામાં ગરમી નો પારો વધીને આજે 41.7 ડિગ્રીએ લોકો આકરા તાપમાનમાં શેકાયા હતા. ચાર દિવસમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન છ ડિગ્રી ઊંચકાયું છે.


ગોહિલવાડ પંથકમાં ઉનાળો આકરો બની રહ્યો છે. આજે વધુ બે ડિગ્રી મહત્તમ તાપમાન  વધતા ગરમી નો પારો ૪૧.૭ ડિગ્રી ને આંબી જતા લોકો તોબા પોકારી ગયા હતા. આજે સિઝનનું સર્વોત્તમ મહત્તમ તાપમાન ભાવનગરમાં નોંધાયું છે.

આજે બુધવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન  ૪૧.૭ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૭.૦ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજ નું પ્રમાણ ૨૭% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ ૧૨ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

(11:57 pm IST)