Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ઉનાની સીમર માધ્‍યમિક શાળાના ૯ થી વધુ વિદ્યાર્થી ભાઇ-બહેનો ખેલ મહાકુંભની સ્‍પર્ધામાં વિજેતા

ઉના, તા.૧૭: તાલુકાના સીમર ગામની શ્રી માધ્‍યમિક શાળાનાં ૯ થી વધુ વિદ્યાર્થીની બહેનો અને ભાઇઓ ખેલમહાકુંભ સ્‍પર્ધામાં જીલ્લાકક્ષાએ વિજેતા બનીને તાલુકાનું ગૌરવ વધાર્યુ છે.

ગીર સોમનાથ જીલ્લાકક્ષાનો ખેલ મહાકુંભ એથ્‍લેટીકસ ર્સ્‍પધા સોમનાથ એકેડમી કોડીનાર યોજાઇ હતી. જેમાં શ્રી માધ્‍યમિક શાળા સીમર તા.ઉનાનાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. અન્‍ડર-૧૭માં હિરલ મનુભાઇ રાઠોડ ૧૫૦૦ મીટર દોડમાં પ્રથમ, ૧૦૦ મીટર દોડમાં જાગૃતિબેન  ગુજરીયા તૃતિય, ૨૦૦ મીટર બીજા ક્રમે વિજેતા બંશી બચ્‍છી ફેંકમાં વનીતાબેન ભગવાભાઇ સોલંકી બીજા ક્રમે અંજલીબેન વિરાભાઇ બારૈયા ઉંચીકુદમાં બીજા ક્રમે વિજેતા બન્‍યા હતા.

અન્‍ડર-૧૪માં ગોળાફેંક સ્‍પર્ધામાં ભાવેશ ગીગાભાઇ ગુજરીયા બીજા ક્રમે, ઓપન એ-૧ ગ્રૃપમાં વનીતાબેન બાલુભાઇ ડાભી ૪૦૦ મીટર દોડ બીજા ક્રમે, જીજ્ઞાબેન અરજણભાઇ સોલંકી ૩૦૦ મીટર દોડમાં પ્રથમ, ૮૦૦ મીટર દોડમાં ગૌરીબેન ભાણાભાઇ ગુજરીયા પ્રથમ, ઉર્મિલાબેન, ભાણાભાઇ ગુજરીયા ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ૪૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા બનતા સોરઠ એજયુકેશન ટ્રસ્‍ટનાં પ્રમુખ કાનાભા) આચાર્ય બંધીયા, પી.ટી.શિક્ષક પરેશભાઇ લાખનેણા સ્‍ટાફે અભિનંદન સાથે શુભેચ્‍છાઓ આપી હતી

(10:38 am IST)