Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

વધતા પેટ્રોલના ભાવથી જનતા ત્રાહિમામ

ભાવનગરમાં આજે પેટ્રોલનો ભાવ ૧૦૦.૨૨: ડીઝલનો ભાવ ૯૮.૩૮ રૂપિયા

ગીર સોમનાથ બાદ ભાવનગરમાં પણ ૧૦૦ રૂપિયાને પાર પહોંચ્‍યું ઈંધણ

અમદાવાદ, તા.૧૭: હવે ગુજરાતમાં પણ પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર પહોંચી રહ્યો છે ગીર સોમનાથ બાદ હવે ભાગનગરમાં પણ પેટ્રોલનાબ ભાવ ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગયો છે અને પાવર પેટ્રોલ ૧૦૩ રૂપિયા લિટરની કિંમતે મળી રહ્યું છે.

ભાવનગરમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૧૦૦.૨૨ પૈસા થઈ ગયો છે જયારે ડીઝલનો ભાવ ૯૮.૩૮ રૂપિયા પતિ લિટર જોવા મળી રહ્યો છે. મહત્‍વનું છે કે પેટ્રોલ ડીઝલના વધતા ભાવોને લઈ વિરોધ પક્ષ વિરોધ કરતી હોવા છતા સરકારે મૌન ધારણ કરી લીધું છે

આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ રૂપિયા ૧૦૦ને પાર પહોંચી ગયું છે. જેને લઈ નાના વાહન ચાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્‍યું છે. હવે માત્ર જરૂરિયાત મુજબ જ લોકો પુરાવી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ પણ ૧૦૦ રૂપિયાની નજીક પહોંચ્‍યું છે.

દેશભરમાં દિન પ્રતિદિન પેટ્રોલ અને ડિઝલમાં કૂદકે ને ભૂસકે ભાવો વધી રહ્યા છે. ત્‍યારે નાના વાહન ચાલકો પરેશાન થયા છે. ગીરમાં પેટ્રોલએ રૂપિયા ૧૦૦નો આંક વટાવી દીધો છે. ત્‍યારે મોંદ્યવારી પણ પેટ્રોલ ડીઝલના વધતા ભાવોને લઈ વધી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટ્‍યા હોવા છતાં પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. જે મધ્‍યમ અને નાના વર્ગના લોકો પર કમ્‍મર તોડ બોજો વધી રહ્યો છે. પેટ્રોલના વધતા ભાવને લઈ પેટ્રોલ પમ્‍પ માલિકો પણ ચિંતિત બન્‍યા છે. જોઈએ તેટલું પેટ્રોલનું વેચાણ થતું નથી. ભાગ્‍યે જ કોઈ વ્‍યક્‍તિ પોતાની બાઈક કે કારમાં ટાંકી ફૂલ કરાવે છે.

આજથી બે વર્ષ પહેલાં પેટ્રોલ દરરોજનું ૧૦ હજાર લીટર જેટલું વહેંચાતું હતું. આજે એક હજાર લીટર માંડ વહેંચાય છે. પેટ્રોલ પમ્‍પ માલિકોને કમિશનમાં પણ કોઈ વધારો થયો નથી. સામે નાના માછીમારો પણ મૂંઝવણમાં છે. તેઓની હોડીમાં પણ પેટ્રોલ એન્‍જીન હોય માછીમારી માટે પણ પેટ્રોલ અનિવાર્ય બન્‍યું છે. દિવસે દિવસે માછીમારી પણ મોંદ્યી બની રહી છે. તેમાં પણ માછલીના ભાવો પૂરતા મળતા નથી. દ્યણી વખત સમુદ્રમાં માછલીઓ હોતી પણ નથી. ત્‍યારે માત્ર ખાલી પેટ્રોલ બાળીને માછીમારોએ ખાલી હાથે પરત ફરવું પડે છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે પ્રજાએ દરેક બાબતે મોંદ્યવારીનો માર સહન કરવો પડે છે.

ગીર સોમનાથમાં પેટ્રોલનો ભાવ રૂપિયા ૧૦૦ને પાર થતા જ નાના અને મધ્‍યમ વર્ગીય લોકો મૂંઝવણમાં મુકાયા છે. વર્તમાન સમયમાં બાઈક કે સ્‍કૂટર હોવું તે સાવ સામાન્‍ય ગણાય છે. પરંતુ આગામી મહિનાઓમાં આ બાઈક કે સ્‍કૂટર ચલાવવું અસામાન્‍ય થઈ જાય તો, નવાઈ નહીં. સ્‍કૂટર અને બાઈક કરતા સી.એન. જી. કાર સસ્‍તી ચાલે છે. કોરોનાં કાળમાં સરકારનાં પણ ખર્ચ વધ્‍યા હોય તે સ્‍વાભાવિક છે. નોકરિયાત વર્ગને તો હજુ કદાચ પેટ્રોલનો આ ભાવ વધારો પોષાય પરંતુ નાના વેપારી અને મધ્‍યમ વર્ગ પેટ્રોલના ભાવ વધારાને લઈ દિન પ્રતિદિન ડુકી રહ્યો છે.

જો પેટ્રોલ અને ડીઝલના ભાવો વધતા જ રહેશે તો આગામી વર્ષોમાં દેશમાં માત્ર ગરીબ અને અમીર એમ બે જ વર્ગ રહે તેવી સ્‍થિતિ નિર્માણ થાય રહી છે. મધ્‍યમ વર્ગનો એકડો સાવ ભૂંસાય જ જાય તેવું લાગી રહ્યું છે. કોરોનાં કાળમાં મધ્‍યમ વર્ગની આવક દ્યટી છે અને ખર્ચ વધી રહ્યો છે. ત્‍યારે પેટ્રોલના ભાવોને લઈ મુસીબત વધી રહી છે. રાજય સરકાર પોતાનો ટેક્‍સ ઘટાડે તો પેટ્રોલના ભાવોમાં થોડી રાહત જનતાને મળે તેવું લોકો ઇચ્‍છી રહ્યાં છે. ગુજરાતમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર પહોંચ્‍યું છે ત્‍યારે મોટા શહેરોમાં પણ ઈંધણના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્‍યો છે

 પેટ્રોલ-ડીઝલનો પ્રતિ લિટરે ક્‍યાં કેટલો ભાવ

અમદાવાદ

પેટ્રોલ      ૯૮.૬૫

ડીઝલ      ૯૬.૮૧

ભાવનગરમાં પેટ્રોલનો ભાવ રૂા. ૧૦૦.ર૩ થયો!!

ભાવનગર તા. ૧૭ :.. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ આજે ૧૦૦.ર૩ રૂપિયાએ પહોંચી ગયો છે. જયારે ડીઝલનો ભાવ રૂા. ૯૮.૩૯ એ પહોંચી ગયો છે.

આજરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહયો છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ ની ઉપર ગયો છે. જયારે ડીઝલનો ભાવ પણ ૧૦૦ ની નજીક થયો છે.

આજે તા. ૧૭ ને શનિવારે ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવો નીચે મુજબનાં રહ્યા હતાં.

કંપની

પેટ્રોલ

ડીઝલ

રીલાઇન્‍સ

૯૯.૯૭

૯૮.૪૯

ઇન્‍ડીયન ઓઇલ

૧૦૦.૧૬

૯૮.૩ર

ભારત પેટ્રોલ પંપ

૧૦૦.ર૩

૯૮.૩૯

એચ. પી.

૧૦૦.રર

૯૮.૩૮

 

 

 

 

(11:26 am IST)