Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

માધ્યમિકનું કેવું મેનેજમેન્ટ શાળા સંચાલકોમાં ચર્ચા

ચોટીલા ૪ રીપીટર માટે ૩ કેન્દ્ર : ૪૦થી વધુ કર્મચારી રોકાયા

ચોટીલા તા.૧૭ : ચોટીલામાં અંગ્રેજી માધ્યમનાં ધોરણ ૧૦ ના રીપીટર ૪ વિધ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે ત્રણ કેન્દ્ર અને ૪૦ થી વધુ કર્મચારી રોકાતા શાળા સંચાલકોમાં ચર્ચાનો વિષય બનેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગઇ કાલે શુક્રવારના ધોરણ દશના અંગ્રેજી માધ્યમના રીપીટરને ગુજરાતીનું પેપર હતું. જેમા કુલ ચાર પરિક્ષાર્થીઓ હતા. જેઓને ત્રણ કેન્દ્ર માં બેઠક વ્યવસ્થા કરતા મીસ મેનેજમેન્ટને કારણે સરકારને આર્થીક નુકસાન પહોચ્યું હોવાનું સામે આવેલ છે.

ચોટીલા શહેરમાં આજે ૪ પરિક્ષાર્થીઓ હતા. જેમા ૨ સરકારી હાઈસ્કૂલમાં, ૧ ઉત્તર બુનિયાદીમાં અને ૧ એન. એન. શાહ હાઇસ્કૂલમાં હતા. ત્રણ કેન્દ્ર, ૪ વિધ્યાર્થીઓ અને તેઓની પાછળ ૪૦ થી વધુ કર્મચારીઓ રોકાયેલ હતા જેનો ભથ્થા સહિતનો ખર્ચ બોર્ડ ભોગવતું હોય છે.

શાળા સંચાલકોમાં આજે આ બાબત ચર્ચાનો વિષય બનેલ છે ચોટીલા ખાતે પરિક્ષા મેનેજમેન્ટ મા પ્રથમ વાર આવું બનેલ છે આમ તો મીસ મેનેજમેન્ટ કહેવાય જેના કારણે સરકારને ખર્ચ પણ વધુ થશે અને મેનપાવર પણ જરૂર કરતા વધુ રોકાયેલ રહ્યો છે.

એક કેન્દ્રમાં એક વિદ્યાર્થી પાછળ ૧૪ જેટલા કર્મચારીઓ રોકાયેલ હતા ત્રણ કેન્દ્રના મળી ૪૩ જેટલા થાય છે. જેમા પેપર લઇને આવતા વાહનો અને પોલીસ કર્મચારી સહિતનો સમાવેશ થાય છે. જો એક જ કેન્દ્રમાં ૪ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા થઈ શકી હોત પણ કોઇ કારણોસર આ મીસ મેનેજમેન્ટ થયાનો કિસ્સો શિક્ષણજગતમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ છે.

(10:29 am IST)