Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

કચ્છમાં 'મોંઘવારીની નનામી' કાઢીને કોંગ્રેસ દ્વારા ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭ :.. કોંગ્રેસ પક્ષે તાલુકા-શહેર બાદ હવે મહિલા કોંગ્રેસનો મોંઘવારીના મુદ્ે મેદાનમાં ઉતારી છે. તેના પ્રથમ ચરણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મહિલા આગેવાન ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનનાં પ્રભારી કલ્પનાબેન જોષીના નેતૃત્વમાં જીલ્લા મથક ભુજ મધે હમીરસર તળાવ ગાંધીજીની પ્રતિમા પાસે મહિલા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.

મહિલા કોંગ્રેસ દ્વારા સીંગતેલ તથા ગેસનાં ડબ્બા-બાટલા પર પ્રતીકવાળી મોંઘવારીની નનામી ને તથા મોંઘવારી તથા ભાજપને હમીરસર તળાવમાં પધરાવવા જતા પોલીસ તથા કોંગ્રેસી મહિલાઓ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઇ હતી પરંતુ મહિલાઓએ વધુ આક્રમક બની સસ્તો દારૂ મોંઘુ તેલ ભાજપ તેરા મહી ખેલ, પેટ્રોલ-ડીઝલ સસ્તા કરો નહિતર ખુરશી ખાલી કરો, સરકાર હમસે ડરતી હૈ પુલીસ કો આગે કરતી હૈ, જેવા આક્રમક સુત્રોચ્ચાર કરી મોંઘવારીની નનામીને પધરાવવાનો પ્રયાસ કરતાં પોલીસે બીનજરૂરી બળપ્રયોગ કર્યો હતો.

મહિલા આગેવાનો સર્વશ્રી કલ્પનાબેન જોષી, આઇશુબેન સમા, અંજલી ગોર, રસીકબા જાડેજા, લાલી આદિવાલ, પુષ્પાબેન સોલંકી, ભાવના ગોર, સરોજબેન જોષી, નયના પટેલ, લીના મહેશ્વરી, સવિતાબેન સોલંકી, મરિયમબેન સમા, શેરબાનુ ખલીફા, અમૃતદાસ ગુપ્તા, શારદા ઠકકર, દેવલબેન મારૂ, રોમતબેન સોઢા, રાણબાઇ સોઢા, સાથે કોંગ્રેસ આગેવાનો કાઉન્સીલરો, સર્વશ્રી કાસમ સમા, હમીદ સમા, રજાક ચાકી, ધીરજ રૂપાણી, હાસમ સમા, નરેન્દ્રસિંહ જાડેજા, શકિતસિંહ ચૌહાણ, કિશન પટ્ટણી વિ. જોડાયા હતાં.

સંચાલન અને આયોજન વ્યવસ્થા અંજલી ગોર, કિશન પટ્ટણીએ સંભાળ્યું હતું તેમ જીલ્લા પ્રવકતા દિપક ડાંગરે જણાવાયું છે.

(10:31 am IST)